અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિ. (ALL) એ નવકાર કોર્પોરેશન લિમિટેડ પાસેથી વાપીના તુમ્બ ખાતેનો ICD રૂ. ૮૩૫ કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતે હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા

૧૬ ઓગષ્ટ ૨૦૨૨: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિ. (ALL) એ નવકાર કોર્પોરેશન લિમિટેડ પાસેથી વાપીના તુમ્બ ખાતેનો ICD રૂ. ૮૩૫ કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતે હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદામાં ૦.૫ મિલિયન TEU હેન્ડલ કરવાની ક્ષમતા સાથે કાર્યરત ICD ના સંપાદનનો સમાવેશ થાય છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના રુટ સાથે વધારાના ઔદ્યોગિક કોરિડોર અને લોજિસ્ટિક પાર્ક ઉમેરાયા હોવાથી નજીકના ભવિષ્યમાં ક્ષમતા અને કાર્ગો વધારવા માટે વધારાનો વિસ્તરણ માર્ગ આ ડેપો સાથે સંલગ્ન ૧૨૯ એકર જમીન પૂરો પાડે છે તુમ્બ ICD પાસે પશ્ચિમ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર સાથે ચાર રેલ હેન્ડલિંગ લાઈનો અને એક ખાનગી ફ્રેઈટ ટર્મિનલ છે અને તેમાં કસ્ટમ નોટિફાઈડ જમીન અને બોન્ડેડ વેરહાઉસની સવલત છે

અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે તુમ્બ એ દેશના સૌથી વિશાળ ICD પૈકીનો સૌથી વધુ વ્યસ્ત ડેપો છે. સૌથી વ્યસ્ત ઔદ્યોગિક ઝોન પૈકીના એકની વચ્ચે તેની વ્યૂહાત્મક સ્થિતિને જોતાં અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર સુધીની પહોંચ તેની બંને બાજુ આવેલા સતત કામગીરીથી ધમધમતા હઝીરા અને ન્હાવા શેવા બંદરોની ઍક્સેસ સાથે વિશાળ અંતરિયાળ વિસ્તારને અર્થપૂર્ણ સેવા પૂરી પાડવા માટે મોકળાશ આપે છે, રેલ્વે દ્વારા માલ સામાનનું પરિવહન સડક માર્ગ કરતાં પાંચ ગણું વધુ બિનપ્રદુષિત હોવા ઉપરાંત ફ્રેટ કોરીડોર સાથે તેની ઍક્સેસનો બીજો મુખ્ય ફાયદો એ છે કે તે સરેરાશ ટ્રાન્ઝીટના સમયમાં બચત કરે છે જે ૨૪ કલાકના માર્ગ પરિવહનની તુલના સામે રેલ્વે દ્વારા ૧૦ કલાકમાં થતું હોવાની સંભાવના છે. આ ટ્રાન્સપોર્ટ યુટીલિટી બનવા તરફની અમારી પરિવર્તન વ્યૂહરચના સાથે સાનુકૂળ રીતે બંધ બેસે છે તેમજ અમારા ગ્રાહકોને આર્થિક રીતે ઘર આંગણે સેવાઓ પૂરી પાડવાના અમારા હેતુની નજીક લઈ જાય છે. અમે રાષ્ટ્ર માટે વિશ્વ કક્ષાની ટકાઉ બહુલક્ષી-મોડલ સપ્લાય ચેઇનના ઉકેલનું નિર્માણ કરીને ઇન્ટીગ્રેટેડ વોલ્યુમને વધારવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.

અદાણી લોજિસ્ટિક્સ લિ.(ALL) એ મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સહિત લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને કન્ટેનર, લિક્વિડ, ગ્રેન, બલ્ક અને ઓટો માટે સંપૂર્ણ રેલ સોલ્યુશન્સ બનાવીને ભારતમાં મોટા બજારોમાં સૌથી વધુ વૈવિધ્યસભર એન્ડ-ટુ-એન્ડ ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર છે.

અદાણી લોજિસ્ટિક્સ લિ. ભારતમાં લગભગ દોઢ દાયકાથી કાર્યરત છે. કંપની પાટલી, કિશનગઢ, કિલારાયપુર, માલુર, મુન્દ્રા, નાગપુર અને તલોજામાં મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) વિકસાવવા સાથે તેનું સંચાલન કરે છે.

અદાણી લોજીસ્ટિકસ લિ.૪૨ કન્ટેનર ટ્રેઇન, ૨૫ બલ્ક ટ્રેઇન, ૭ એગ્રી ટ્રેઇન અને 3 ઓટો ટ્રેઇન મળી કુલ ૭૭ માલવાહક ટ્રેઇનોનું સંચાલન કરે છે, કંપનીના આ લોજીસ્ટિક્સ કાફલાને અનુરુપ પોતાના ૨૮૫ ટ્રક્સના કાફલા સાથે ૮૦૦,૦૦૦ ચોરસ ફૂટ વેરહાઉસિંગ જગ્યા, ૫,૦૦૦ કન્ટેનર, ૦.૯ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતાના અનાજ સાયલોનું સંચાલન કરે છે.

Leave a Reply

Your email address will not be published.

error: