રામવાવ ગામે ગૌચર જમીન દબાણ મુદ્દે હાઈકોર્ટના હુકમ અનુસાર જિલ્લા DILR ટીમ દ્વારા ગૌચર જમીનની માપણી કરાઈ.

રાપર તાલુકાના રામવાવ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ગૌચર જમીન દબાણ છે. ત્યારે ગામના જાગૃત નાગરિક શિવુંભા દેશળજી જાડેજા દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી અને કચ્છ કલેકટર ને અનેક રજૂઆત કરવા છતાં આખરે હાઈકોર્ટનું સહારો લેવો પડ્યો.

હાઈકોર્ટના ઓડાર અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી અને કચ્છ જિલ્લા dilr કચેરીનાં સર્વેયરો દ્વારા માપણી કાર્ય શરૂ કરવામાં આવ્યું. શિવુભા જાડેજા દ્વારા ગૌચર જમીન મુદ્દે ગૌચર ખાલી કરાવવા જુંબેશ હાથ ધરાઈ હતી. તેઓની માગણી દબાણ દૂર કરવાની રહી હતી. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: