કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા…!

કચ્છ નો રાજા મારો હાજીપીર નો કચ્છના રણમાં બની રહ્યો છે આલ્બમ

આપણા દેશના વડાપ્રધાન ભૂતકાળમાં કહેલું છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા હા આજે એવું જ કાંઈક દ્રશ્ય કચ્છના રણ વિસ્તારમાં વાઈટ રણ વિસ્તાર ખાતે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સહિત ફિલ્મ શૂટિંગ સાથે સાથે આજના આધુનિક યુગને ધ્યાને રાખી youtube વિડીયો ચેનલ માં દ્રશ્ય ને કેદ કરવાના પ્રયાસો કેમેરાના કસબી અને કલાકારોની કળાનું પ્રદર્શન નું સ્થળ બન્યું હોય તેમ કચ્છના વાઈટ રણમાં એવું જ કાંઈક કચ્છનો રાજા મારો હાજીપીર આલ્બમ બનાવતા યુવાનો તસવીરમાં નજરે પડી રહ્યા છે જુદા જુદા ધાર્મિક કવાલી ના મીડિયામાં એક ડઝન જેટલા આલ્બમ બનાવનાર મૂળ માળીયા મિયાણા ના મુસ્લિમ મીયાણા સમાજના પછાત અભણ એવા હનીફ ભાઈ કટિયા તેના કેમેરામેન તેમજ છોટે કલાકાર સાથે કચ્છના રણમાં કચ્છના શહેનશાહ હાજીપીર ના ઉષૅ મુબારક ત્રણ દિવસ ના સમયગાળામાં કચ્છના હાજીપીર ની કવાલી અંતર્ગત વાઈટ રણ કચ્છ માં આલ્બમ બનાવી રહ્યા છે ત્યારે નોંધનીય છે કે કચ્છના શહેનશાહ હાજીપીર ના ઉર્સ મુબારક નિમિત્તે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પદયાત્રા તેમજ વાહનો ના માધ્યમથી મોટો કે જ રહે છે

જે ત્રણ દિવસના ઉર્સ મુબારક નિમિત્તે જુદા જુદા પાન મસાલા ફુલ રમકડા ખાણીપીણી કચ્છની મીઠાઈ ના તો આ મેળામાં સ્ટ્રોલ હોય છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી પદયાત્રા ચાલીને કચ્છના રણ હાજીપીરના મેળામાં આવતા હોય છે તેના અનુસંધાને વિશેષ આલ્બમ હનીફભાઇ કટિયા કચ્છના વાઈટ રણ માં બનાવી રહ્યા છે હનીફભાઇ જણાવ્યું છે કે મહેમુદ શાહ બુખારી તેમજ અન્ય પીર વલી ના કવાલી ના સોશિયલ મીડિયા youtube વિડીયો ચેનલ ના માધ્યમથી બનાવી તેઓએ પોતાનું હુન્નર ના પરિસ્થિતિને ધ્યાને રાખી દર્શકોમાં પોતાની કળા પ્રસિદ્ધ કરી રહ્યા છે જે દ્રશ્ય માં વાંકાનેર શકતી પરા રહેતા ફિરોજભાઈ ના નવ વર્ષના પુત્ર સાદીક ધોના તેમજ કેમેરામેન હાશન કટીયા અને સુમાર મોવર બન્ને કેમેરા માં કલાકારો ની કલા સાથે એક્ટિંગ કેમેરામાં કેદ કરી રહ્યા છે જે કચ્છનો રાજા મારો હાજીપીર નામે આલ્બમનું શૂટિંગ ઉપરોક્ત તસ્વીર નજરે પડે છે ત્યારે હનીફ ભાઈ કટીયા એ ૧૨ જેટલા કવાલી ના આલ્બમ જુદા જુદા પીર ના બનાવ્યા છે તેમ એક મુલાકાતમાં જણાવ્યું છે. રિપોર્ટ – આરીફ દિવાન મોરબી .

Leave a Reply

Your email address will not be published.

error: