રાપર તાલુકા મા ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા મા આવી

(કચ્છ – રાપર – તારીખ – ૧૭/૧૨/૨૦૨૧ શુક્રવાર)રાપર આગામી તા ૧૯/૧૨ના રોજ યોજાનાર ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને આજે રાપર પોલીસ મથકે રાપર તાલુકા મા યોજાનારી ૫૩ ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે. આર. મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા ના વડપણ હેઠળ આજે  રાપર પોલીસ ગ્રાઉન્ડ ખાતે તમામ બુથો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી 

જેમાં ડીવાયએસપી કે. જી ઝાલા પીઆઇ પી. એન ઝીઝુવાડીયા પીએસઆઇ બી. જી. રાવલ ડી. આર. ગઢવી જી. જી જાડેજા સહિતડીવાયએસપી એક પીઆઇ ૨ પીએસઆઇ ૯ એએસઆઇ ૯૨ મહિલા ૧૪ એસઆરપી ૪ જીઆરડી હોમગાર્ડ ૧૮૯ કુલ ૩૧૧ ગેસગન ૭ હથિયાર ૨૮ હેન્ડ સેટ ૧૪ કેમેરા મેન ૫ તેમજ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ માટે ૧૪ ની ફાળવણી કરવામાં આવી હતી 

રાપર તાલુકા મા કુલ ગ્રામ પંચાયત કુલ ૫૩ ગ્રામ પંચાયત મા થી સમરસ ગ્રામ પંચાયત ૧૦ થઈ છે ઉપરાંત ૪૪ ગામો મા મતદાન ઓગણીસ મી એ થશે જેમાં ૧૧૩ બુથ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આમ આગામી ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને પોલીસ દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: