રાપર તાલુકા મા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા શાંતિપૂર્ણ મતદાન

આજે રાપર તાલુકા ની ૫૩ ગ્રામ પંચાયત મા થી ૪૪ ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતદારો એ મતદાન કર્યું હતું જેમાં આજે રાપર તાલુકા ના જુદા જુદા ગામોમાં આવેલા મતદાન કેન્દ્રો ની મુલાકાત દરમિયાન લોકોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું જેમાં પ્રાગપર, વલલભપર,છોટાપર, કિડીયા નગર, ગાગોદર, ધાણીથર પલાંસવા ચિત્રોડ આડેસર ભુટકીયા મોટી રવ જાટાવાડા, સલારી, નિલપર, ભીમાસર, નિલપર સહિત ની ગ્રામ પંચાયત મા સરપંચ અને વોર્ડના સભ્યો માટે મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો 

તો રવ સલારી પ્રાગપર પલાંસવા ભીમાસર ગાગોદર નિલપર સહિત ના ગામો મા મુંબઇ વસતા જે તે ગામ મા લક્ઝરી બસ દ્વારા મુંબઇ થી મત આપવા માટે આવ્યા હતા તો આજે વહેલી સવારે ઠંડી એ જોરદાર ભીડો લેતા સવારે સાત વાગ્યે લગભગ મતદાન કેન્દ્રો પર ઓછા મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા તો નવ દસ ગાળામાં મતદાન કરવા માટે લોકો એ લાઈન લગાવી દીધી હતી જેમાં સૌથી વધુ ભીડ કિડીયા નગર ભીમાસર વલલભપર પ્રાગપર ચિત્રોડ. રવ સલારી મુખ્ય હતાં તો આડેસર અને પ્રાગપર ગામે એક સો વર્ષ ના માજી અને વૃદ્ધ એ મતદાન કર્યું હતું  

રાપર તાલુકા ની ૪૪ ગ્રામ પંચાયત  બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના વડપણ હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા રાપર પીઆઇ પી. એન ઝીઝુવાડીયા આડેસર પીએસઆઇ ભરત રાવલ બાલાસર પીએસઆઇ ડીઆર ગઢવી એન વી રહેવર જી એ ઘોરી જી જી જાડેજા સહિત ના પોલીસ હોમગાર્ડ જીઆરડી ના જવાનો એ ફરજ બજાવી હતી તો કિડીયા નગર આડેસર ગાગોદર પલાંસવા ખાતે આડેસર પોલીસ દ્વારા કયુઆરટી જવાનો હથિયારો સાથે તૈનાત કરવામાં આવ્યા હતા આમ રાપર તાલુકા મા ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગ્રામ પંચાયત ની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવા મા આવ્યા હતા 

સમગ્ર ચુંટણી પ્રક્રિયા રાપર મામલતદાર ચૌધરી અને નાયબ મામલતદાર પ્રજાપતિ એ તેમજ ઝોનલ અધિકારીઓ એ પાર પાડી હતી હવે આગામી એકવીસમી એ મત ગણતરી હાથ ધરાશે ત્યારે ખબર પડશે કે ગામ નો સુકાની કોણ છે અત્યારે તો બન્ને પક્ષો અને સરપંચ પદ ના ઉમેદવાર પોતાની જીત નક્કી છે ના દાવા કરી રહ્યા છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: