રાપર તાલુકા પંચાયત દ્વારા નવા સરપંચો નું સન્માન કરવામાં આવ્યું

કચ્છ – રાપર – તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ મગળવાર

આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી મા વિજેતા બનેલા સરપંચો નું સન્માન કરવામાં આવ્યું કુલ ૫૩ ગ્રામ પંચાયત ના સરપંચો નુ સન્માન રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા ભાજપ ના તાલુકા પ્રમુખ નશાભાઈ દૈયા ડોલર ભાઈ રાજગોર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી બીજલ આહિર ભગાભાઇ આહિર મોતી ભાઈ ભરવાડ વિગેરે ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ દ્વારા આયોજન ના કામો ના ૩ કરોડ પચાસ લાખ ના જુદા જુદા કામો ના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા અને ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા એ નવ નિર્મિત સરપંચો ને ઉદ્બબોધન કરતા જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન હાર જીત એ તો એક કારણ છે પરંતુ ગામો મા ભેદભાવ ભુલી ગામ ના વિકાસ માટે એક બની કામગીરી હાથ ધરી લોકો ની ચાહના મેળવો એમ જણાવ્યું હતું મારા ગામમાં વિકાસ નો પાયો કેમ નાખવો એવી રીતે કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો આજે યોજાયેલ આ કાર્યક્રમમાં વિસતરણ અધિકારી બી પી. ગુંસાઈ હરેશ પરમાર સહિત રાપર તાલુકા પંચાયત ના સદસ્યો અને કર્મચારીઓ તેમજ નવા ચૂંટાયેલા સરપંચો અને અન્ય સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: