પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીય સરહદી રેન્જ ભુજનાઓ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોઇ જે અન્વયે પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદી સાહેબ મુંદરા પો.સ્ટે.નાઓની સુચનાથી મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ . મહીપતસિંહ વજુભા વાઘેલા નાઓને ખાનગી રાહે ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ રમજાન સીધીક જુણેજા , રહે.સુખપર , મુંદરા વાળો આઇ.ઓ.સી.એલ. કંપીનીની સામે આવેલ બાવળોની ગીચ ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું ગે.કા રીતે છુપી રીતે વેચાણ કરે છે , તેવી મળેલ હકીકત આધારે રેઇડ કરી નીચે મુજબનો મુદામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ .

મુદામાલની વિગત : ( ૧ ) Parducci CALIFORNIA PINOT NOIR Vintage 2008 લખેલ ઇગ્લીશ વાઇન દારૂની બોટલો નંગ .૧૦ કિ.રૂ .૧૦૦૦૦ / ( ૨ ) RAVENS WOOD OLD VINE ZINFANDEL VINTNERS BLEND CALIFORNIA 2011 લખેલ ઇગ્લીંશ વાઇન દારૂની બોટલો નંગ .૧૮ કિ.રૂ .૧૮૦૦૦ / ( ૩ ) સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ -૦૧ , કિ.રૂા .૫,૦૦૦ / એમ કુલ્લે કિ.રૂ .૩૩,૦૦૦ /

પકડાયેલ આરોપીઓના નામ સરનામ : ( ૧ ) રમજાન સીધીક જુાણેજા , ઉ.વ .૨૬ , રહે.મસ્જિદની બાજુમાં , સુખપરવાસ , તા.મુંદરા , જી.કચ્છ ( ૨ ) સલીમ કાસમ શેખ , ઉ.વ .૫૦ રહે . પહેલી શેરી સુખપર , મુંદરા , જી.કચ્છ મુળ રહે.માંડવી – કચ્છ

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ : આ કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી ની સુચનાથી એ.એસ.આઇ ભાવેશભાઇ ધીરૂભાઇ ડાંગર તથા પો.હેડ કોન્સ . મહિપતસિંહ વજુભા વાઘેલા તથા દર્શનભાઈ રઘુરામભાઇ રાવલ તથા ગોપાલભાઇ દામજીભાઇ ધુવા તથાપો.કોન્સ મથુરજી બચુજી કુડેચાનાઓ જોડાયા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: