કચ્છમાં પી.જી.વી.સી.એલની વિજિલન્સની ટીમ દ્રારા રાત્રી ચેંકીગ

(કચ્છ – રાપર – તારીખ – ૧૬/૧૨/૨૦૨૧ ગુરુવાર) 

શ્રી અનુપમસિંગ ગેહલોત, આઇપીએસ, એડીજીપી, વડોદરા અને શ્રી એચ.આર.ચૌધરી, આઇપીએસ, ડીઆઇજી  ના સીધા માર્ગદર્શન હેથળ વિજિલન્સ વિભાગ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ, વડોદરા દ્વારા સૌરાષ્ટ્ર, ભુજ, જામનગર, રાજકોટ અને અમરેલી વિસ્તાર માં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાોમાં મોટા પાયે વીજ ચેકીંગ આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે ઔધોગિક અને વાણીજ્ય હેતુ ના વીજ જોડાણો ના વીજ વપરાશનો અભ્યાસ કરી ખાસ ઓપરેશન ટીમો દ્વારા રાત્રી ના સમય માં વીજ ચોરીઓ પકડાતા વીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. હાલ જ જામનગર તેમજ પોરબંદર વિસ્તારો માંથી આ સ્પેશિયલ ટીમો દ્વારા પ્રાયાવેટ ટ્રાન્સફોર્મરો હેવી લાઈન માં જમ્પર નાંખી પકડવામાં આવેલ. ત્યારબાદ કચ્છ, નલિયા અને સફેદ રણ વિસ્તરમાંથી પણ આ ટીમો દ્વારા ૩ કરોડ જેટલી રકમ ની જંગી વીજ ચોરી પકડી પાડવા માં આવેલ જેમાં મીઠા ના અગરો, આઇસ ફેક્ટ્રીઓ તેમજ સ્ટોન ક્રશરો નો સમાવેશ થાય છે. તેમજ અમરેલી અને ગીર વિસ્તાર ના ૧૦ થી વધુ રિસોર્ટ પણ વીજ ચોરીમાં પકડવામાં આવેલ છે.

જુલાઈ ૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ આ ખાસ ચેકિંગ માં ૨૦૦ થી વધારે આવા ઔધોગિક અને વાણિજ્ય હેતુ ના મોટા વીજ જોડાણો માં વીજ ચોરી પકડવામાં આવેલ જેઓ ને રૂ. ૧૫ કરોડ થી વધારે ના વીજ ચોરીના બીલો આપી તેઓના પાવર સપ્લાય કાપી નાંખવામાં આવેલ છે. અત્રે નંધનીય છે કે આ વીજ ચેકીંગ શરૂ થતા ની સાથે જ વધુ એમ્પીયર લોડીંગ વાળા ફીડરો ના એમ્પીયર ઘટવા ની સાથે સાથે વીજ કંપની ના ફાયદા માં વધારો થવા પામેલ છે. વીજ ચોરી ને ઘટાડી સરકારી વીજ કંપનીઓ પિજીવિસીએલ, એમજીવિસીએલ, ડીજીવિસીએલ અને યુજીવિસીએલ ના ટ્રાન્સમિશન અને ડિસ્ત્રીબ્યુશન લોસ ઘટાડી વીજ કંપનીઓ ની આર્થિક સ્થિતિ વધુ સુધારવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ દ્વારા કમર કસવામાં આવેલ છે તેમજ તમામ કંપની ના ઉપલી અધિકારીઓ ને પણ આ ઝુંબેશમાં સામેલ થવા સૂચન કરવામાં આવેલ છે. આમ ઊર્જા ક્ષેત્રે દેશમાં નંબર વન કંપની ઓને હજી વધુ યોગ્યતા વાળી બનાવવા ના ઉદ્દેશ થી આ મેગા ઓપરેશનો શરૂ કરવામાં આવેલ છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: