મુન્દ્રા, તાલુકા ના વાંકી ગામે મોમાંય માતાજી રવેચી માતાજી અને આશાપુરા માતાજી ની મૂર્તિ ખન્ડિત કરનારા અસામાજિક તત્વો ને તાત્કાલિક ધરપકડ કરવા માં આવે તે માટે મુન્દ્રા, તાલુકા ની વિવિધ સંસ્થાઓ દ્વારા તંત્ર ને આવેદનપત્ર અપાયું

કચ્છ – મુન્દ્રા – તારીખ – ૨૦/૧૨/૨૦૨૧ સોમવાર

મામલતદાર શ્રી અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ તથા પોલિસ ઇન્સપેક્ટર મુન્દ્રા, ને આજ રોજ વિશ્વ હિન્દુ પરિસદ, બજરંગ દળ,કરણી સેના,પરશુરામ સેના,ABNS ગૌ રક્ષા દળ ગુજરાત તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા ગત તા ૧૬/૧૨/૨૦૨૧ ના રોજ બપોર ના સમયે મુન્દ્રા, તાલુકાના વાંકી ગામે આવેલા મંદિર ની અંદર રહેલા મોમાય માં રવેચી માં આશાપુરા  માતાજી ની મૂર્તિઓ કોઈ અસામાજિક વ્યક્તિ દ્વારા તોડી હિન્દૂ સમાજ ની આસ્થા પર હુમલો કરી કચ્છ જીલ્લા ની શાંતિ ભંગ કરવાનો હિન્દૂ સમાજ ની ધાર્મિક લાગણી દુભાવવા નો હીન પ્રયાસ કર્યો છે

પથ્થર દ્વારા માતાજીઓ ની મૂર્તિઓ ખૂબ વિકૃત રીતે તોડી પાડવા માં આવેલ છે જે પથ્થર નું fsl કરાવી ફિંગરપ્રિન્ટ મેડવી તેમજ ૧૬/૧૨/૨૦૨૧ તેમજ તેના આગળ ના દિવસો ના દિવસ દરમ્યાન મોબાઈલ લોકેસનો તપાસી આગળ આવેલી એક્સીસ બેન્ક કે અન્ય જગ્યાએ લાગેલા cc tv કેમેરા ના વિજયુલ મેળવી ને પોલીસ તપાસ કરશે તો જરૂર થી વિકૃત માનસ ધરાવનાર એક અથવા સાથે કોઈ અન્યો હોય તો તે તમામ પકડાઈ જશે

આ વિકૃત માનસ ધરાવનાર અધર્મી એક અથવા તેને સાથ આપનાર મદદ કરનાર જે પણ હોય તે તમામ ને વહેલી તકે પકડી પાડવા માં આવે અને કડક માં કડક સજા થાય તેવી માંગણી સાથે સંજય બાપટ પરશુરામ સેના ગૌ રક્ષા દળ ABNS, ધ્રુવરાજસિંહ ચુડાસમા કરણીસેના મુન્દ્રા, નરેન્દ્રસિંહ સોઢા વિશ્વ હિન્દુ પરિસદ, કુલદીપસિંહ જે જાડેજા  ધર્મ જાગરણ, બજરંગ દળ સ્વયંસેવક, આરએસએસ ના સ્વયંસેવક, બ્રહ્મ સમાજ અગ્રણી રાહુલભાઈ જાની, ભોજરાજભાઈ ગઢવી,જીવણજી જાડેજા,ધીરુભા જાડેજા વિરાણીયા,જશવંતસિંહ સોઢા,રણજીતસિંહ જાડેજા ગજોડ, ભરત ગઢવી,બ્રહ્મ યુવા સેના મેહુલ જોષી, મજુંલ ભટ્ટ,હાર્દિક ભટ્ટ,હરીશ ગઢવી,એન કે ગઢવી,ડી બી જાડેજા, શક્તિસિંહ જાડેજા હટડી,અક્ષય જેઠી,કુલદીપસિંહ જાડેજા બરાયા સહિત ના હિંદુ સમાજ ના અગ્રણીઓ એ આવેદનપત્ર આપ્યું હતું તાત્કાલિક ધરપકડ નહિ થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ તમામ સંગઠનો એ ઉચારી હતી મામલતદાર શ્રી એ આવેદનપત્ર એક બે જણ અંદર આવી આપી જાય તેવી વાત કરતા થોડો સમય માટે આવેલા હિન્દૂ સમાજ ના તમામ કાર્યકતાઓ માં નારાજગી ફરી વળી હતી અંતે મામલતદાર એ બહાર આવી આવેદનપત્ર નો સ્વીકાર કર્યો હતો. (અહેવાલ – મહેશ રાજગોર ભરત પ્રજાપતી)

Leave a Reply

Your email address will not be published.

error: