મુન્દ્રા આમ આદમી પાર્ટી દ્વારા પેપરલીક મામલે નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યુ

(કચ્છ – મુન્દ્રા – તારીખ – ૧૭/૧૨/૨૦૨૧ શુક્રવાર)
૨૦૧૬ થી લઈને ૨૦૨૧ સુધીમાં ગુજરાત ગૌણ પસંદગી ની લાપરવાહી દ્વારા આઠ સરકારી પરીક્ષાઓ નાં પેપર લીક થયા છે જેના કારણે ગુજરાતના અનેક યુવાઓના ધન સમય અને  સપનાઓ બરબાદ થઈ ગયા છે મહેનત સપના જોઈ હઝારો રૂપિયા નાં ખર્ચ કરી પરીક્ષાની તૈયારી કરે છે સમય આપે છે અને અંતે વારમ વાર ગૌણ સેવા પસંદગી મંડળ ની લાપરવાહી દ્વારા પેપર લીક થઈ જાય છે જે ગુજરાતમાં  અનેકવાર આવુ ગેરજવાબદારી જોવા મળી રહી છે જેથી યુવાનો ને માનસિક આઘાત થઈ રહ્યો છે તેની સગળી જવાબદારી ગુજરાત સરકારશ્રી ને  સ્વીકારવી પડશે ગુજરાત રાજ્યના યુવાનો ને બેકારી અને બેરોજગારી માંથી બચાવવા નક્કર પગલા કે આ દીશા માં કાર્યવાહી જરૂરી છે અને પેપર લીક કરનારાઓને જલ્દી સજા થાય એ માટે પગલા ભરવામાં આવે. ૨૦૧૬ થી મુખ્ય સેવિકા  તલાટી ભરતી  ટેટની પરીક્ષા  ટાટ ની પરીક્ષા વનરક્ષક ની પરીક્ષા સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા અને હવે ૨૦૨૧ નાં હેડ ક્લાર્ક ની પરીક્ષા નુ પેપર લીક આ બધીજ પરીક્ષાઓ પેપર લીક નાં કારણે યુવાનો   માનસિક રીતે હતાશ કરી નાખ્યા છે  

યુવાનો દુવિધા મા આવી ગયા છે જે યુવાનો ની આવાજ. પીળા. ગુજરાત સરકાર ને અમો મુન્દ્રા આમ આદમી પાર્ટી દ્વારા રજુઆતો કરી ને સારી વ્યવસ્થા સચોટ રીતે પરીક્ષા આપવા માટે આજ રો  મુદરા શ્રી નાયબ કલેકટરસાહેબ ની કચેરી. પ્રાન્ત કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું જેમા મુન્દ્રા તાલુકા પ્રમુખ ગજેંદ્રસિંહ મંગુભા જાડેજા મુદરા શહેર પ્રમુખ સમા અબ્દુલ મજીદ મુન્દ્રા તાલુકાના લીંગલ સેલ નાં પ્રમુખ ભીમા ગઢવી. મુદરા શહેર ઉપપ્રમુખ લીંગલ સેલ હર્શ પી જોબનપૂત્રા. મુન્દ્રા મહામંત્રી પ્રશાંત રાજગોર મુદરા શહેર સંગઠન મંત્રી હરેશ ગર ગોસ્વામી ઉપમંત્રી સાબાન એસ ખોજા શહેર ઉપપ્રમુખ શતીશ રાવલ સલીમભીમાણી શહેર ખજાનજી  મનોજભાઈ કેશવાણી અશગરભાઈ ભાવેશ ભાઈ અમીત કુમાર હાજર રહ્યા હતા – અહેવાલ સંજય બાપટ

Leave a Reply

Your email address will not be published.

error: