હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા પરિવારની કચ્છ જિલ્લાની બેઠક યોજાઇ

હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા પરિવારની કચ્છ જિલ્લાની બેઠક આદિપુર મધ્યે મળી હતી. મંચ પર ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમનું સંચાલન પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ નિલેશગિરિ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશના પ્રમુખ બ્રીજેનભાઈ ગોંડલિયા એ સંસ્થાના નિયમો અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. કચ્છ જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ એ સંસ્થાએ કરેલા કામોની અને હવે કરવાના કામોની માહિતી આપી હતી. કચ્છ જિલ્લાના મહિલા વિભાગના પ્રમુખ કાયનાતબેન અન્સારી દ્વારા મહિલાઓને સમાજમાં કનડગત કરતાં પ્રશ્નો અને તેના નિવારણ કરવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના મહિલા વિભાગના પ્રમુખ ગીતાબેન રૂપારેલ તથા કૈલાસબેન ભટ્ટે હાજરી આપી હતી. પૂર્વ કચ્છ વિભાગના અધ્યક્ષ પ્રીતિ બા સોઢા અને તેની સમિતિ, ગાંધીધામ શહેરના અધ્યક્ષ ઈશાની બેન ગોસ્વામી તથા તેની સમિતિ, આદિપુર શહેર ના અધ્યક્ષ કૃપાબેન જોષી તથા તેની સમિતિ,કચ્છ જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તથા તેમની સમિતિ, ગાંધીધામ શહેર પ્રમુખ વિનીતભાઇ દૈયા તેમની સમિતિ અંજાર શહેર પ્રમુખ હિમાંશુભાઈ પુરોહિત તથા તેમની સમિતિ હાજર રહ્યા હતા.

નવ નિયુક્ત તમામ હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણી સંસ્થાના માધ્યમથી લોકોની સેવા કરતાં રહેશું તેવો સંકલ્પ સૌ સભ્યોએ કર્યો હતો. અંતમાં રાષ્ટ્ર ગીત બાદ બેઠકને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. રીપોર્ટ – એમ.જી.દવે. ગાંધીધામ

Leave a Reply

Your email address will not be published.

error: