ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસપરમીટ વગર રેતી ( ખનીજ ) ચોરી ઝડપી પાડતી પેરોલ કર્લો સ્કોડ , પશ્ચિમ કચ્છ – ભુજ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષક સૌરભ સિંધ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામા થતી ગેરકાદેસર ખનીજ ચોરી અટકાવવા આપેલ સુચના આપેલ હોય જે અનુસંધાને તા , ૧૪ / ૦૯ / ૨૦૨૨ ના રોજ પેરોલ ફર્લો સ્કોડ ભુજના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ હરીલાલ રામજી બારોટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર મુળશંકર રાવલ , તથા વિરેન્દ્રસિંહ પરમાર એ રીતેના સ્ટાફના કર્મચારીઓ ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , એક ડંપરમાં આધાર – પુરાવા વગરની રેતી ભરી કોડકી ગામ તરફથી ભુજ તરફ ખાલી કરવા માટે આવે છે જેથી તુરત જ વર્કઆઉટ કરી વોચમા રહી બાતમી મુજબનુ ડંપર આવતા ડંપરને રોકી ડંપર ડ્રાઇવરને તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અસલમ મામદ નોડે રહે , મીરઝાપર મોચીરાઇ રોડ તા , ભુજ વાળો હોવાનુ જણાવેલ ડેપરના પાછળના ઠાઠામા જોતા રેતી ભરેલ હોય તે બાબતે ડંપરના ચાલકને કોઇ રોયલ્ટી કે આધાર – પુરાવા હોય તો રજુ કરવા જણાવતા તેઓની પાસે કોઇ રોયલ્ટી કે આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ જેથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે રેતી ( ખનીજ ) ની ચોરી કરેલ હોઇ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નીચેની વિગતે ગુનો રજીસ્ટર કરાવી મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે .

કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) ડંપર નં . જીજે -૧ ર – એવી -૪૭૮૪ કી.રૂ .૫૦૦,૦૦૦ / ( ૨ ) રૈતી આશરે ૭૦૮૦ કે.જી. કી.રૂ. ૧૭૦૦ / કુલ મદામાલ – કિ .૫,૦૧૭૦૦ /

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: