આઠમની છે રાતડી શીકારપુર જય ભોલે યુવા મિત્ર મંડળ દ્રારા ૮ માં નોરતે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી.

કચ્છ ભચાઉ તાલુકાના શીકારપુર ગામે ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી, ખેલૈયાઓ આગવી શૈલીમાં સંસ્કૃતિ ને ઉજાગર કરતા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.આજે આઠમ ની રાતડી ગામડાઓમાં ભક્તિ આરાધના સાથે ઉત્સાહ અને ઉમંગ બેવડાયયો હતો.

માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા નિમિત્તે વાગડ વિસ્તાર માં ઠેર ઠેર પ્રાચીન ગરબીના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે શીકારપુર માં આજે આઠમની શીકારપુર જય ભોલે યુવા મિત્ર મંડળ દ્રારા ૮ માંનોરતે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી. દ્વારા નવરાત્રી મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

આજના અર્વાચીન ગરબા યુગમાં હજુ પણ પ્રાચીન ગરબીની જમાવટ જોવા મળે છે. અહીં બહેનો દ્વારા દરરોજ અલગ અલગ થીમ પર પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. જેમાં હુડા રાસ, ટીટોડો,ભુવા રાસ વગેરે જેવા પ્રાચીન રાસ રમવામાં આવે છે. અહીં ભાઈઓ બહેનો દ્વારા પણ રાસ ની રમઝટ બોલાવવામાં આવે છે.

અહીં આઠમા નોરતે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી,જેમાં આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સમગ્ર નવરાત્રી મહોત્સવ ને સફળ બનાવવા જય ભોલે યુવા મિત્ર મંડળ તરફ થી ગિફ્ટ દેવામાં આવ્યુ હતુ તેમાં હાજર જય ભોલે યુવા મિત્ર મંડળ ના પ્રમુખ અશોક મેઘજી ચૌધરી તથા મંત્રી હીરા ભાઈ રામજી ભુટક ખજાનચી દિપક બાબુ બામભણીયા સહમંત્રી કાજા ભાઈ અમારા રબારી ઉપપ્રમુખ છગન રામજી કોળી અને મશરૂ અજા રબારી તથા શિકારપુર ગ્રામ ભવન ઢાઢી ,મુરજી ઢાઢા , જગા ચૌધરી , પ્રાગજી ઢાઢી ,પેથા ભાઈ ચૌધરી , વિઠ્ઠલદાસ સાધુ ચેતન ઢાઢી ,નિલેશ ઢાઢી , જયેદ્ર બાવાજી , નિતેશ સુથાર આ તામમ ગ્રામ જાણો હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: