અંજાર શહેર પત્રકાર સંગઠનની બેઠક મળી, હોદ્દેદારોની વરણી કરાઈ

એકતા પર ભાર મૂકી પત્રકારોના હિતો જળવાય તે વિશે ચર્ચા કરાઈ

કચ્છ – અંજાર – ૨૮ ડિસેમ્બર ૨૦૨૧

અંજાર- શહેરના પત્રકારોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સંગઠનમાં જ શક્તિ રહેલી છે, જેથી સંગઠિત બની પત્રકારોના હિતો જળવાઈ રહે તે માટેની ચર્ચાઓ સાથે આ મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી. આ મિટિંગ દરમ્યાન શહેરના વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ પટેલ અને બળદેવગીરી ગોસ્વામીને સલાહકાર તરીકે નીમવામાં આવ્યા હતા. તે ઉપરાંત મિટિંગ દરમ્યાન હાજર રહેલા તમામ પત્રકારો દ્વારા સંગઠનના પ્રમુખ તરીકે સર્વાનુમતે પિયૂષભાઈ આહીરની વરણી કરવામાં આવી હતી. જે બાદ ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન મહેતા, મહામંત્રી તરીકે ચેતનભાઈ રાવલ, મંત્રી તરીકે આશિષભાઈ ચંદે અને ખજાનચી તરીકે રાજેશભાઇ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી હતી. 

આ મિટિંગમાં જયશ્રીબેન મહેતા, કાંતિભાઈ પટેલ, પિયૂષભાઈ આહીર, કુલદીપભાઈ દવે, આશીશભાઈ ચંદે, દિનેશભાઇ જોગી, બળદેવગીરી ગોસ્વામી, રશ્મિનભાઈ પંડ્યા, નિરવભાઈ ગોસ્વામી, હીનલબેન જોશી, રાજેશભાઇ રાઠોડ, કેતનભાઈ ભીંડે, રોહિતભાઈ દામાણી, નિર્મલસિંહ જાડેજા, જગદીશભાઈ નોરિયા, ભરતભાઇ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ – કચ્છ બ્યુરો ચીફ કરિશ્મા માની

Leave a Reply

Your email address will not be published.

error: