આજ રોજ નલિયા સર્કિટ હાઉસ ખાતે કચ્છ પત્રકાર સંગઠનની અબડાસા તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ તારીખ ૨૫/૦૬/૨૦૨૨ ના રોજ નલિયા સર્કિટ હાઉસ ખાતે કચ્છ પત્રકાર સંગઠનની અબડાસા તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના કચ્છ પત્રકાર સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. કચ્છ પત્રકાર સંગઠનના અબડાસા તાલુકાના પ્રમુખ તરીકે જગદીશભાઈ ભાનુશાલી, ઉપપ્રમુખ તરીકે નોતીયાર હુસેન મુબારક, મહામંત્રી તરીકે જતીનભાઈ લાલકા અને મંત્રી તરીકે મહેબૂબ એ કુંભારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ પત્રકાર સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી હિતેશભાઈ સોની, ઉપપ્રમુખશ્રી બિમલ માંકડ, સલાહકાર સમિતિના અજીતદાન ગઢવી, આઈ.ટી.સેલના કૈલાશદાન ગઢવી અને રામજી વરચંદ, કોર કમિટીના સભ્યો ઈશ્વરગીરી ગોસ્વામી, પ્રતિક જોશી અને કે.ડી.જાડેજા તથા અન્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.