આજ રોજ અંધજન મંડળ કે.સી.આર.સી દ્વારા સાધન સહાય વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું 

ગુજરાત સ્ટેટ સીડ્સ કોપેરિશનના અનુદાન અંતર્ગત ૧૦૫ દિવ્યાગ વ્યકિતઓ માટે સ્વ રોજગારી કીટ અને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

આજ રોજ અંધજન મંડળ કે.સી.આર.સી દ્વારા સાધન સહાય વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સ્ટેટ સીડ્સ કોપેરિશનના અનુદાન અંતર્ગત ૧૦૫ દિવ્યાગ વ્યકિતઓ માટે સ્વ રોજગારી કીટ અને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા દિવ્યાગ વ્યકિતઓને ૧૦ કેબિન. ૫ ચાની કિટ.૫ પ્રોવિઝન કિટ. ૫ ડેરી કિટ ૧૦ સિલાઈ મશીન. ૪૫ બ્રેઈલ ઓબીટ ડીવાઈઝ. ૨૫ ટ્રાય સાઇકલ વિતરણ કરવામાં આવ્યા હતા સો પ્રથમ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યાર પછી આવેલા મહેમાનો નું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

પારૂલબેન કારાએ (જીલ્લા પંચાયત પ્રમુખ) એવું જણાવ્યું હતું કે આવી ભગીરથ કાર્યો કાયમ કરતાં રહે ત્યાર પછી કિનરીબેન દેસાઈ એ આવું જણાવ્યું હતું કે બ્લાઈન્ડ પીપલ્સ એસોશીયેશન ની ૧૮ શાખાઓ છે અને દાતાઓ અને સરકાર દ્વારા કાયમ સાથ સહકાર મળે છે તથાં અરંવિદસિહ ગોહિલ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દરેક ગામ સુધી પહોચીને દિવ્યાગોને લાભ અપાવતી રહી છે દશરથભાઈ પ્રજાપતિ ( જી.એસ.એસ.સી.એલ. મેનેજર) ઉપસ્થિત રહીને દિવ્યાગ ને પ્રોત્સાહન આપ્યું હતું અને આ કાર્યક્રમના અધ્યક્શસ્થાને શ્રીમતિ પારૂલબેન કારા જીલ્લા પંચાયત પ્રમુખ. ધનશ્યામભાઈ ઠકકર. નગરપાલિકા પ્રમુખ. ડો.કશ્યપ બુચ. સિવિલ સર્જન. દશરથભાઈ પ્રજાપતિ જી.એસ.એસ.સી.એલ. મેનેજર . એ.પી.રોહડિયા કરછ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી. વાધજીભાઈ છાગા. ધાણેટી સરપંચ. રાજુભાઈ પાલણ. અનુબેન. તથાં.દિલીપભાઈ અંધજન મંડળ ટ્રસ્ટી .અંધજન મંડળ અમદાવાદ થી કિનરીબેન દેસાઈ મેનેજર .પટેલભાઈ. જ્યોતીશભાઈ. અને મોટી સંખ્યામાં દિવ્યાગ ઉપસ્થિત રહ્યા હતા – સ્ટોરી – રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કરછ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: