ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી નું આયોજન સાથે સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમાનું અનાવરણ કરાયું

મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ ના બલિદાન દિવસ નિમિત્તે આઝાદજી ની પ્રતિમા ને ફુલહાર કરી, તારીખ ૨૭/૦૨/૨૦૨૨ (રવિવાર), સવારે – ૧૦ વાગ્યે આઝાદ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કરવાનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર દેશભક્તિ અને લોકો ને આપણાં ક્રાંતિકારી ના બલિદાન વિશે માહિતી મળે તે માટે નો હતો,

રેલી નો રૂટ આઝાદ પાર્ક થી ચાલુ કરી, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા ને ફૂલ હાર કરી ત્યાર બાદ સરદાર બાગ ની સામે ના મેદાન માં ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે ૨ વર્ષ થી નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા મોરબી માં મુકવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, તે પ્રતિમા નું અનાવરણ નાની દિકરીઓ ના હસ્તે કરવામાં આવ્યું હતું

ત્યાર બાદ જે લોકો પ્રતિમા ના કામ માં મદદ કરી તેના હાથે પ્રથમ ફૂલહાર કર્યા હતા આ કાર્યક્રમમાં કર્તવ્ય જીવદયા ગ્રુપ,યુવા આર્મી ગ્રુપ, વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ,ભગતસિંહ ક્રાંતિદળ, અને મોરબી ના ધાણા અગ્રણી , અને મોટી સંખ્યામાં બાળકો અને માતાઓ હજાર રહ્યા હતા.
