ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી ઓને એસ ટી ડેપો મેનેજર એ આપ્યું જનરલ નૌલેજ

ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલના પટાંગણમાં આચૉયૅ રાજુભાઈ ચૌધરી ની દેખરેખ હેઠળ વહીવટી વડા ગજેન્દ્ર ભાઇ રાઠોડ ની હાજરીમાં ડેપો મેનેજર કે પી ચૌહાણ એ ખેરાલુ એસ ટી ડેપો દ્વારા લોકોને શું શું લાભો મળે છે તેની માહિતી આપી હતી જેમાં મફત મુસાફરી અપંગ લોકોને મળતા લાભ સહિત મુસાફરી પાસ નું જ્ઞાન પિરશયુ જેથી કરીને લોકોને સાચિ માહિતી પહોંચાડી શકાય

ખેરાલુ ખાતે મ્યુનિસિપલ હાઈસ્કૂલ માં પણ વિધાર્થીઓ માટે કદાચ આવી પ્રથમ મીટીંગ હોવાનું જાણવા મળ્યું જેમાં ઓન લાઇન બુકિંગ કરાવી ને મુસાફરી કરવા સાથેે ગુગલપે નો લાભ મળે સહિત વતૅમાન કે પુવૅ ધારાસભ્ય કે સંસદ સભ્ય ને મફત મુસાફરી કરવા સહિત ના લાભ સાથેની વાહન વ્યવહાર પરિવહનની સંપૂર્ણ જ્ઞાન આપ્યું હતું જેમાં અમિતભાઈ હસુભાઈ બારોટ પણ સાથે હાજર રહ્યા હતા – રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ
