ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસપરમીટ વગર ટોડા પત્થર ( ખનીજ ) ચોરી ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ

ભૂજ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં થતી ગેરકાદેસર ખનીજ ચોરી અટકાવવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આઇ.એચ.હિંગોરા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , અમુક ઇસમો અન્ધો ગામે આવેલ ડુંગરમાંથી ગેર કાયદેસર રીતે ટોડા પથ્થર ( ખનીજ ) નુ ખનન કરે છે . અને હાલે તેમની આ પ્રવૃતિ ચાલુમાં છે . જેથી તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવતા બે ટ્રક ટોડા પત્થરો ( ખનીજ ) ભરેલ આવતા જેને રોકી ટ્રકમાં રહેલ ટોડા પત્થરો ( ખનીજ ) બાબતે કોઇ રોયલ્ટી કે આધાર પુરાવા રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ નહી હોવાનુ જણાવતા આ ટોળા પત્થરો ભરેલ બંન્ને ટ્રકો તથા ટોડા પથ્થર સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની યોગ્ય કાર્યવાહી થવા ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે . 
કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) ટ્રક નં . GJ – 12 – W – 8857 કી.રૂા .૨,૫૦,૦૦૦ / ( ર ) ટ્રક નં . GJ – 03 – T – 1170 કિ.રૂા .૨,૫૦,૦૦૦ / ( ર ) બંન્ને ટ્રકમાં ભરેલ ટોડા પત્થરો આશરે ૧૬ – ટન કી.ગ્રુ .૭,૦૦૦ / કુલ મહદ્દામાલ – કિ.ગ .૫.૦૭,૦૦૦ /

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: