રાજા રજવાડા વખતના ઐતિહાસિક સરકારી કરજણ ઓવારોના ખસ્તા હાલ

કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાથી ક્ષતીગ્રસ્ત કરજણ ઓવારાને ભારે નુકશાન

વર્ષોથી ઓવારાના સામાકારની માંગ સંતોષવામાં નિષ્ફળ ગયેલ તંત્ર સામે પ્રજામાં ભારે રોષ

રાજપીપલા,તા ૧૭/૦૭/૨૦૨૨ – રાજપીપળા ખાતે આવેલ રાજા રજવાડા વખતનો સરકારી ઓવારો ઐતિહાસિક ઓવારો ગણાય છે.ગત સપ્તાહે કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાને કારણે અગાઉથી જ ક્ષતીગ્રસ્ત થયેલા કરજણ ઓવારાને વધુભારે મોટુ નુકસાન થયું છે.

હાલ કરજણ ઓવારાના બે સ્ટેપના જ઼ પગથિયાં બાકી રહ્યાછે. એ સિવાયના નીચેના બાકીના તમામ પગથિયાંઓ તૂટીને પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી કારણે દર વર્ષેછોડાય છે ત્યારે દર વર્ષે વધુ ને વધુ ઓવારાને નુકશાન થઈ રહ્યું છે.દર વર્ષે રાજવી પરિવાર અને આમ જનતા કરજણ ઓવારાનું સમારકામ કરવાની તંત્રને સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. તંત્રની નિષ્ક્રિયતા કહો કે અક્ષમ્ય બેદરકારી કહો પ્રજાની વર્ષો જૂની માંગ સંતોષવામાં નગરપાલિકા સહિત તંત્ર સદંતર નિષ્ફ્ળ નીવડ્યું છે.

ચાલુ વર્ષે કરજણ ઓવારાને સૌથી વધુ નુકસાન થયું છે.આશ્ચર્ય અને ખેદની વાત એ છે કે સરકાર કરોડો રૂપિયા એસ્પીરેશન ડીસ્ટ્રીકમાં વિકાસના નામે ખર્ચે છે. પણ રાજપીપલાની ઐતિહાસિક ઇમારત કરજણ ઓવારાને નવે સરથી બનાવવા સમારકામ કરવાનો કોઈને કેમ સમય જ નથી મળ્યો? કે કોઈ ગ્રાન્ટ કેમ ફાળવતી નથી? પ્રજા સાથે એની છેતરપિંડી કહેવી કે મજાક મશ્કરી કહેવી? આમ જનતા તો ત્યાં સુધી એવુ કહેતી સાંભળવા મળે છે કે જવાબદાર સત્તાધીશોને આ કામમા રસ ના હોય તો ઢાકણીમાં પાણી લઇને ડૂબી મરવા જેવી વાત કહેવાય.

રાજવી પરિવાર આ દુર્ઘટનાથી ભારે ખીન્ન છે. રાજવી પરિવારે ત્યાં સુધી આગાઉ કહેલું છે તમે આ ઐતિહાસિક ઇમારત સાચવી ના શકતા હોય રાજવી પરિવારને સોંપી દો.આમ જનતાએ અને જાગૃત નાગરિકોએ આ કરજણ ઓવારાના ખસ્તા હાલ માટે નગરપાલિકા અને તંત્રને જ જવાબદાર ગણ્યા છે. તંત્ર હવે આ ઓવારાના સમાર કામ માટે સત્વરે કામગીરી હાથ ધરે એવી પ્રજાનીઅને રાજવી પરિવારની માંગ ઉઠી છે.

આશ્ચર્ય અને ખેદની વાત તો એ છે કે પાલિકા તંત્ર કરજણ ઓવારા પાસે બ્યુટીફિકેશન નામે કરોડો ખર્ચવાનું આયોજન કરી રહીછે પણ જ્યાં સુધી કરજણ ઓવારો રીપેર ના થાય ત્યાં સુધી એની આજુબાજુ બ્યુટીફિકેશન ની વાત યોગ્ય ગણાશે જ઼ નહીં. તંત્ર પહેલા ઓવારો રીપેર કરે એ પહેલી શરત અને પ્રજાની માંગ છે – તસવીર અને અહેવાલ :દીપક જગતાપ રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: