જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩માં પ્રજાસત્તાક દિનની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે ઉજવણી સંપન્ન

ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન ખટારિયા,જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, અગ્રણી દિનેશભાઇ ખટારિયા, જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરિખ, ડીસીએફ સુનિલ બેરવાલ, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી અંકિત પન્નુ,સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ તા.૨૬ જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની કોવિડ-૧૯ની ગાઇડ લાઇન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ ધ્વજને સલામી આપી હતી.આ પ્રસંગે મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે ૭૨ વર્ષ પહેલા લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહા સત્તા તરીકે ઉભરી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સશક્ત અને દિર્ઘદ્રષ્ટિ પૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના ઉર્જાવાન નેતૃત્વમાં આપણે આગળ વધી રહ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે શિક્ષણ, રોજગાર, કૃષિ ઉદ્યોગ, વંચિતોનો વિકાસ, પીવાના પાણીની સવલત સહિતના ક્ષેત્રે સિદ્વિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રને આપણા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. કોરોનાને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકાર દ્વારા વ્યાપક પગલા લેવામાં આવ્યા છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે, સંક્રમણ અટકે તેમજ મહામારી સામે રક્ષણ મળે તે ઉદેશથી રાજ્યમાં છેલ્લા ૧૨૧ દિવસમાં ૫૩.૮૭ લાખથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૨.૩૩ કરોડ લોકોને દ્રિતીય ડોઝ અપાયો છે. હાલ કુલ ૪.૭૭ કરોડ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ ૪.૩૬ કરોડ લોકોને દ્રિતીય ડોઝ અપાયો છે. રાજ્યમાં કોરોના વેક્સીનના બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે. 

કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહિવટીતંત્ર, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયતના સહિયારા પ્રયાસોથી જૂનાગઢે આ સિદ્વિ મેળવી છે. કાર્યક્રમ બાદ મંત્રીશ્રીના હસ્તે પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન ખટારિયા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડ્યા, મનપા સ્ટેડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયા, અગ્રણી દિનેશભાઇ ખટારિયા, ગીરીશભાઇ કોટેચા, જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરિખ, ડીસીએફ સુનિલ બેરવાલ, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી અંકિત પન્નુ, હનુલ ચૌધરી, મ્યુ.કમિશનર રાજેશ તન્ના, અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.જે.જાડેજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનારનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું 

આ સાથે જૂનાગઢ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત પરિક્ષેત્ર વન અધિકારી ડુંગર દક્ષિણના એ.એ.ભાલિયા, પ્રમુખ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના કેતનભાઇ દોશી અને વસુંધરા નેચર કલ્બના પ્રણવભાઇ વઘાસિયા દ્વારા વિશિષ્ટ કામગીરી કરવામાં આવી હોવાથી જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વ નિમિતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસના રાજ્યકક્ષા મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.એ વેળાએ હેલ્થ વર્કર્સ – કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયો હતો.જેમાં ડો.વાય.બી.હરિહર, અવિનાશ રાઠોડ, ડી.જી.મયુર, વિજય વાઘમશી, હર્ષદ ચુડાસમા, બાનુબેન ચૌહાણ, પલ્લવીબેન વઘેરા, નીતાબેન વેકરિયા, વી.બી.વિરોજાને પ્રિકોશન ડોઝ અપાયો હતો. આ તકે મંત્રીશ્રીએ હેલ્થવર્કસ અને  કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

error: