કેશોદના અગતરાય ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની પેટા બ્રાંચના નવનિર્મિત બિલ્ડિંગનું કરાયેલું લોકાર્પણ

રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી ના હસ્તે કરાયું લોકાર્પણ લોકાર્પણ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન કિરીટ પટેલ, વાઈસ ચેરમેન સહિત બોર્ડના ડિરેક્ટરો રહ્યા ઉપસ્થિત
જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર ત્રણ જિલ્લા સંલગ્ન ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ની પેટા બ્રાન્ચના નવનિર્મિત બિલ્ડિંગનું કેશોદ તાલુકાના અગતરાય ગામ ખાતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રીશ્રી અરવિંદ ભાઈ રૈયાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું, આજ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના પાવન દિવસે રાજ્ય મંત્રીશ્રી અરવિંદ ભાઈ રૈયાણી, ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન કિરીટ પટેલ, એમડી.જેઠાભાઇ પાનેરા, પૂર્વ એમડી. દિનેશભાઈ ખટારીયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન લક્ષ્મણભાઈ યાદવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, પુંજાભાઈ બોદર,પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, અગતરાય સેવા સહકારી મંડળી તેમજ ગ્રામ પંચાયત અગતરાય સહિત વિવિધ મંડળીઓના પ્રમુખો.મંત્રીઓ તેમજ ખેડૂતોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી રૈયાણી ના હસ્તે નવનિર્મિત બિલ્ડિંગનું રીબીન કાપી દીપ પ્રજ્વલિત કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું બાદમાં બેંકની શાખા ઉપર આવેલી મંડળીની ઓફિસ પણ ખુલ્લી મુકવામાં આવી હતી,
આ તકે મંત્રીશ્રી રૈયાણીએ બેંકના નવનિર્મિત મકાનની અત્યાધુનિક ઓફિસો તેમજ લોકર સાથે અન્ય બેંકના વિભાગોનું જાત નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી, ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોને સવલત માટે બેન્ક હર હંમેશ પ્રયત્નશીલ છે ત્યારે ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની અગતરાય શાખા સાથે પાંચ મંડળીઓ જોડાયેલ છે જેમાં રૂપિયા ૨૦ કરોડનું ધિરાણ સાથે ૧૫ કરોડની ડિપોઝીટ પણ છે, એ સાથે ૬૧ લાખનો નફો કરતી આ બેંક ૨૦૦૦થી વધુ ખેડૂતો સાથે જોડાઇને ધિરાણ મેળવે છે તે સાથે ૩૦૦૦ ગ્રાહકો પણ બેંક સાથે જોડાયેલા છે એવી આ જિલ્લા સહકારી બેંકની પેટા બ્રાન્ચના નવનિર્મિત બિલ્ડીંગ ના લોકાર્પણ બાદ બેંક પાસે આવેલ બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી ની પ્રતિમાને રાજ્ય મંત્રીશ્રી તેમજ બેંકના હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી,બાદમાં જિલ્લા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ સ્ટાફ દ્વારા મંત્રીશ્રી રૈયાણી તેમજ જિલ્લા બેંકના ચેરમેન કિરીટ પટેલનું પુષ્પગુચ્છ તેમજ હારતોરા કરી વિશિષ્ઠ બહુમાન કરાયું હતું, આ તકે જૂનાગઢ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના અગતરાય ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની પેટાશાખા નું નવનિયુક્ત મકાનની સાથે મંડળીના મકાનનું પણ લોકાર્પણ કરાયું છે ત્યારે કેશોદ તાલુકાની સાથે આસપાસના ગામના લોકો તેમજ ખેડૂતોને આ બેંક ખૂબ જ ઉપયોગી નીવડશે સાથે સાંપ્રત સમયના આ ડિજિટલ યુગમાં અતિઆધુનિક સુવિધા સાથે લોકર સાથેની આ બેંક આવનારા દિવસોમાં અગતરાય તેમજ આજુ-બાજુના ગ્રામજનો ખેડૂતો તેમજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.