જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં રૂપિયા ૨૧.૬૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટીપી પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

વાહનવ્યહાર,નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું લોકાર્પણ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ રહ્યા હાજર

જૂનાગઢ તા.૨૬ પ્રજાસતાક પર્વના  દિવસે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બીલખા રોડ ખાતે આશરે રૂપિયા ૨૧.૬૨ કરોડના ખર્ચે નિર્મિત કરવામાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ ટી પી પ્લાન્ટ) અને સુએજ ટ્રીટમેન્ટ પંપીંગ સ્ટેશનનું લોકાર્પણ માનનીય પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલ, અને મહાનગરપાલિકાના કમિશનર, મેયર સહિત પદાધિકારીઓ ઉપસ્થિતીમાં આ પ્લાન્ટ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

આ પ્લાન્ટ ઝોન ૮ અને ૯ ના ગટરના ગંદા પાણી ને શુદ્ધ પાણીમાં પરિવર્તિત કરી,તે પાણી સિંચાઇ અને ઉદ્યોગો માટે આપી મનપા જૂનાગઢને આવક ઊભી થશે અને પ્રદૂષિત પાણીનો નિકાલ થશે આમ ત્રિવિધ પ્રજા સુખાકારી ઊભી થાશે આ પ્લાન્ટ લોકાર્પણ કરતી વેળાએ જૂનાગઢ મનપાના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, કમિશનર શ્રી રાજેશ તન્ના સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, અગ્રણી શ્રી જ્યોતિબેન વાછાણી, કોર્પોરેટર શ્રી ગીરીશભાઈ કોટેચા, આરતીબેન જોશી, જીવાભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આ પ્લાન્ટ કાર્યરત થવાથી ડ્રેનેજનું ગંદુ પાણી શુદ્ધ થઈ ખેતી તેમજ (કારખાના) ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવામાં આવશે જેથી કુદરતી તળનું ચોખ્ખું પાણી પણ બચી શકશે.

Leave a Reply

Your email address will not be published.

error: