જૂનાગઢ વંથલી રિવરફ્રન્ટનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત

રૂ.૨૬.૧૨ કરોડના ખર્ચે બનનારા રિવરફ્રન્ટથી ઓજત નદીનો કિનારો બનશે રળિયામણો

દુનિયાભરના પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાય તે દિશામાં રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કામ કરી રહ્યું છે – મંત્રી પૂર્ણેશ મોદી

જૂનાગઢ તા.૧૭ રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તથા માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ઓજત નદી પર ૨૬.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વંથલી રિવરફ્રન્ટનુ શાસ્ત્રોક્ત વિધિનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે મંત્રીએ નક્સાના માધ્મમથી વંથલી રિવરફ્રન્ટની સુવિધાઓનુ જીણવટપૂર્વક જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મંત્રી મોદીએ જણાવ્યું કે વંથલી રીવરફ્રન્ટ નિર્માણ પામવાથી આ વિસ્તારના પ્રવાસનને વધુ વેગ મળશે, જૂનાગઢ, સોમનાથ,અને સાસણ,ખાતે આવતા પ્રવાસીઓ પણ આ રીવરફ્રન્ટની પણ મુલાકાત લેશે. અહીંયા હરવા-ફરવા માટે અને આનંદ પ્રમોદની અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેથી લોકોની સુખાકારીમાં પણ વધારો થશે.
મંત્રીએ રાજ્યના પ્રવાસન વિકાસની વિગતો આપતા જણાવ્યું કે, દેશના જ નહીં પરંતુ દુનિયાભરના પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાય તે દિશામાં રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કામ કરી રહ્યું છે. રાજ્યના પ્રવાસન વિકાસને વેગ આપવા માટે શિવરાજપુર, માધવપુર, તિથલ, ઉભરાટ સહિતના બીચ વિકસાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ બાદ સુરતમાં તાપી, ભરૂચમાં નર્મદા રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળોએ ભૌગોલિક સ્થિતિ અનુસાર પ્રવાસના સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડાંગ જિલ્લાનો મોનસુન ફેસ્ટિવલ સહિતના અનેક સ્થળો આજે અન્ય દેશોના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તેમ જણાવતા તેમણે સોમનાથ, દ્વારકા, પાવાગઢ અંબાજી, શામળાજી સહિતના યાત્રાધામોના વિકાસની જાણકારી આપી હતી. ગુજરાતના ૧,૬૦૦. કિલોમીટર લાંબા દરિયાકિનારે વલસાડથી નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઈવેનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી પણ રાજ્યના પ્રવાસન વિકાસ એક નવી દિશા મળશે.

ગુજરાતને પ્રકૃતિએ સમુદ્ર, રણ સહિતની ખૂબ વિવિધતા બક્ષી છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાતની રાજ્યની ચારેય દિશામાં પ્રવાસનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આમ, પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાથી નવી રોજગારીની તકોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.

આ પ્રસંગે પ્રવાસન વિભાગના અધિકારીઓ-ઈજનેરો પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ, પ્રાંત અધિકારી અનુલ ચૌધરી, વંથલી નગરપાલિકાના હોદ્દેદારો,અગ્રણીઓ, અને સ્થાનિક સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ – શૈલેષ પટેલ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published.

error: