જૂનાગઢના ધંધુસર અમૃત સરોવર ખાતે કરાયું ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન

ધંધુસરના અગ્રણી અરજણભાઈ દીવરાણીયાએ સરોવર મધ્યે ૭૨ ફૂટ ઉંચા તિરંગાનું નિર્માણ કરાવ્યું

નાફકાર્ડના ચેરમેન ડોલર કોટેચા અને ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો. ડી.પી.ચીખલીયા ઉપસ્થિત રહ્યા

જૂનાગઢના ધંધુસર ગામે તળાવનું અમૃત સરોવર તરીકે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સરોવરને વધુ સુવિકસિત કરવાની સાથે ધંધુસરના જ અગ્રણી અરજણભાઈ દિવરાણીયાએ ગામના યુવાનોની ટીમના સહયોગથી સ્વખર્ચે ૭૨ ફૂટ ઉંચા તિરંગાનું નિર્માણ કરાવ્યું હતું.ત્યારે આઝાદીના અમૃત પર્વમાં નેશનલ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ બેંક ફેડરેશનના ચેરમેન ડોલર કોટેચા અને ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો. ડી.પી.ચીખલીયા આ અમૃત સરોવર ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે ઉક્ત મહાનુભાવો,સહિતના આગેવાનોએ બોટ મારફતે અમૃત સરોવરમાં તિરંગો લહેરાવી અનોખી રીતે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કર્યો હતો.
આ તકે ડોલરભાઈ કોટેચાએ ધંધુસર ગામનાં અમૃત સરોવર ખાતે યોજાયેલ પર્વે ધ્વજ રાષ્ટ્રધ્વજના સાંનિધ્યે ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય માન્યું હતું. અને ધંધુસર જેવા નાના ગામડાઓમાં છલોછલ રાષ્ટ્રભક્તિ સહ ધ્વજ વંદનનાં દર્શન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડો. ડી.પી. ચીખલીયાએ ધંધુસર નાં અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન કરવાની ખુશી વ્યક્ત કરતા અરજણભાઈ દીવરાણીયાને રાષ્ટ્રપ્રેમસભર અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અભિનંદન આપ્યા હતા.

સેવામાં નહીં પરંતુ કર્મમાં માનનાર અરજણભાઈ દેવરાણીયાએ અમૃત સરોવર ખાતે ૭૨ ફૂટ ઉંચા તિરંગાના નિર્માણની સાથે ધંધુસર ગામના પાદરમાં ગામના સેવાનાં ભેખધારી વજુબાપાની સ્મૃતિમાં ધામ તરીકે પણ વિકસિત કર્યું છે. તેમજ અહીંયાના બાગમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અને તળાવને પણ રામકૃષ્ણ પરમહંસ સરોવર નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતની પણ સેવાકીય પ્રવૃત્તિઓ દાતાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં અમૃત સરોવરના નિર્માણ માટે હાંકલ કરી હતી. તેને લોકો-આગેવાનોએ આવકારી હતી સાથે જ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ પોતાનો રાષ્ટ્રપ્રેમ આગવી રીતે વ્યક્ત કર્યો છે – રીપોર્ટ – શૈલેષ પટેલ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published.

error: