“જીસકા કોઈ નહી ઉસકાતો ખુદા હે યારો “રાધનપુર ના સેવા ભાવિ યુવાન હરેશ ભાઈ ઠક્કર ની પ્રસનીય કામગીરી રાધનપુર શહેરમાં ફરતાં ઉત્તર પ્રદેશ ના માનસિક વિકલાંગ યુવાન ને તેના વાલીથી કરાયો મીલન

માનવતા ની મહેક મહેકી ઉઠી . ઉત્તર પ્રદેશના વારાણસી ગામ ના આશરે પંદર વર્ષ નાની ઉંમર નો અને માનસિક વિકલાંગ અજાણ્યો મુસ્લિમ મંદ બુધ્ધિ નો યુવાન જે રાધનપુર ના વારાહી હાઇવે આવેલ ઓનેસ્ટ હોટલ પાસે થી મળી આવતા રાધનપુર ના જાબિરહુસેન ભાટી (પપ્પુ ભાઈ) દ્વારા આ માનસિક યુવાન ની પૂછ પરછ કરતા તેની ભાષા સમજાયેલ નહિ,ભાષા ના સમજાતાં ત્યારપછી તેમણે રાધનપુર ના સેવા ભાવી યુવાન કે જેમણે કેટલાય શહેરમાં ફરતાં માનસિક યુવાનો ને તપાસ કરી પોતાના વતન મોકલી આપેલ છે એવાં સેવા ભાવિ હરેશભાઇ ઠક્કર નો સંપર્ક કરતા હરેશ ભાઈ દ્વારા કેન્દ્રીય અધિકારી સાથે ટેલિફોનિક કોનફ્રન્સ માં વાત કરાવતા માનસિક યુવાન ને ગંગા કિનારા ના યુ.પી, બિહાર ના ગામની લગતી ભાષા માં પ્રસ્નો પૂછતાં તેનું નામ પરવેજ અહમદ અન્સારી કહેલ અને જાણવાં મળ્યું હતું કે તેનું કુટુંબ સાડી પ્રિન્ટિંગ ના કામ સાથે જોડાયેલું છે, અને વધુ પુછતાં આસપાસ ના ગામોના નામ બતાવતા ત્યારબાદ હરેશ ભાઈ ઠક્કર ને ઉત્તર પ્રદેશના વારાણસી ગામનો રહેવાસી છે

તેવું જાણવાં મળ્યું હતું ત્યારબાદ હરેશ ભાઈ ઠક્કર દ્વારા વારાણસી માં ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર ના લોકો નો સંપર્ક કરતા તેના વાલી વારસ નો પતો મળેલો, ત્યારપછી તેના વાલી લેવા નીકળી જતાં વાલી રાધનપુર આવે ત્યાં સુધી મુસ્લિમ સમાજ ના યુવાનો આઈ પી ભાઈ, મુતાહીર વોરા વિગેરે એ પોતાના વિસ્તાર માં રાખેલ ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ પરિવાર ના સભ્ય જેવો પ્રેમ આપેલ,ચાર બહેનો વચ્ચે એકજ ભાઈ હતો, જ્યારે તેના કુટુંબ સાથે વિડિઓ કોલ થી વાત ચિત્ત કરાવેલ ત્યારે ભાવ વિભોર બની ગયેલા અને તેઓના કુટુંબી જનો ને અમદાવાદ રેલ્વે સ્ટેશન જઈ હરેશ ઠક્કર વિગેરે જઈ એ સુપ્રત કરેલો,તેના કુટુંબી ઓ એ સેવા ભાવિ યુવાનો અને બી જે પી અને સંઘ પરિવાર નો આભાર માનેલો તેના વાલી રાધનપુર આવ્યા ત્યારે સેવાભાવી લોકો માટે મીઠાઈ ઓ અને બનારસી સાડી ની ગિફ્ટ લાવ્યા હતાં

Leave a Reply

Your email address will not be published.

error: