જામનગર વિભાગના એસ.ટી.ડેપો જામખંભાલીયા ખાતે તા.૨૮/૦૨/૨૦૨૨ ના રોજ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી નિવૃત થતા સાજીદખાન એ. ગુર્જર તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગના એસ.ટી.ડેપો જામખંભાલીયા ખાતે તા.૨૮/૦૨/૨૦૨૨ ના રોજ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી નિવૃત થતા સાજીદખાન એ. ગુર્જર તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં એમ.આર રાઠોડ ડેપો મેનેજર તેમજ મુસ્લિમ સેવા સંઘ શહેર પ્રમુખ જામનગર યુસુફભાઈ એ. પરાસરા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ડે.મે. રાઠોડ દ્વારા તેમજ યુસુફભાઈ પરાસરા દ્વારા સાજીદખાન ને મુમેન્ટ સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવેલ હતું.

તેમજ વિભાગના સુપરવાઈઝરો તેમજ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો દ્વારા મુમેન્ટ સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવેલ હતું. પ્રસંગને અનુરૂપ ડે.મે. રાઠોડ દ્વારા તેમજ યુસુફભાઈ પરાસરા દ્વારા જુદા જુદા સુપરવાઈઝરો દ્વારા પ્રવચન કરવામાં આવેલ. આ પ્રસંગે ફિરોઝભાઈ મલેકદુર્ગેશભાઈયાદવ, રમણીકભાઈ,વિમલભાઈ,તરુણભાઈ,મુળજીભાઇ,નારણભાઈ,ઇસ્માંલભાઈ રાવકુડા,મીનાજભાઈ પુપર,કાસમભાઈ કુરેશી,પ્રો.એ.આર.ખાન,મહમદ્જુનેદ શેખ,ચેતનભાઈ ત્રિવેદી, લક્ષમણભાઈ ધારાણી,કરસનભાઈ,મુદસ્સરખાન એસ. ગુર્જર, બી.એમ.સોલંકીભાઈ,સૈયદ મહમદબાપુ કાદરી,, યુંનુશભાઈ ખીરા,સંજય ડોડીયા ,ભક્તિરામ દુધરેચીયા,ક્રિષ્નાબેન ઓડેદરા,રસિલાબેન નકુમ,નીલમ પ્રજાપતિ ,શીતલ પ્રજાપતિ તેમજ દરેક શાખાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા પી એમ ચૌહાણ,જે.એમ.જાડેજા,ખંભાલિયા ડેપોના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. સાજીદખાન દ્વારા તમામ ને સ્વરુચિ ભોજન કરાવવામાં આવેલ મુંબઈ ના મશહુર ઇરફાનબાપુ એ ચીસ્તી એ પણ ખાસ શુભેચ્છા પાઠવેલ હતી નિવૃત પ્રસંગે વિભાગીય નિયામક પી એમ પટેલ, બી.સી.જાડેજા અમરેલી, ડીટીઓ વિ બી ડાંગર તેમજ એક્ષ મુખ્ય મહેકમ અધિકારી એન.એમ.રાજ્યગુરુ ,ડીસી વાય.જે.સૈયદ, ડી.સી.આર એચ વાળા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. – રિપોર્ટ: આરીફ દિવાન મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: