જામનગર- સિક્કા મુકામે આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તાર માં રેહતા એક બ્રાહ્મણ પરિવાર ને મુસ્લિમ સમાજ ના વ્યક્તિ એ બ્લડ આપી એકતા નું પ્રતિક. સાબિત કરી બતાવ્યું.

સૌરાષ્ટ્રમાં હજુ માનવતા જીવિત છે તેવું એકતાનું પ્રતિક ઉદાહરણ પુરૂં પાડતાં મુસ્લિમ સમાજના અગ્રણી અને  સિક્કા ફકીર સમાજ ના પ્રમુખ સલીમ મુલ્લા જેવો નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સિક્કા સહિત સમગ્ર જામનગર શહેર-જિલ્લામાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે તેઓ પત્રકારત્વ ક્ષેત્રે પણ પ્રજા ચિંતન પ્રશ્નોને વાચા આપી પ્રજાના પ્રશ્નો દૂર કરે છે ત્યારે માનવતાનું ઉદાહરણ પુરૂં પાડવા માં પણ કોમી એકતાના પ્રતીક નાતજાતના ભેદભાવ વગર સેવાના કાર્ય અંતર્ગત તત્પર રહે છે

ત્યારે સિકકા મુકામે આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રેહતા રોશની બેન ભાવેશ ભાઈ ઠાકર (બ્રાહ્મણ) મંદિરના પૂજારી હોય તેમને જામનગર ખાતે આવેલ જી.જી.હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ કરેલ હોય જેથી રોશની બેન ને AB નેગેટિવ. બ્લડ ની અવસ્કતા પડતા તેઓએ તેમના સગા સબંધી મિત્ર વર્ગમાં તપાસ કરતા કોઈનું બ્લડ ગ્રુપ AB નેગેટિવ ન હોવાથી ભાવેશ મહારાજ એ સિક્કા ગામના સામાજિક કાર્યકર અને પત્રકાર એવા સલીમ મુલ્લા. ને જાણ કરતા સલીમ મુલ્લાં નું જ બ્લડ ગ્રુપ AB નેગેટિવ હોવાથી તેઓએ તાત્કાલિક જામનગરની જી.જી હોસપીટલ જઇ પોતાનું બ્લડ રોશની બેન ને ડોનેટ કરી માનવતા દર્શાવી સરાહનિય કાર્ય કર્યુ હતું. રિપોર્ટ: આરીફ દિવાન મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: