નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમવિસ્તારોના બાળકો માટેના ફ્રી એજ્યુકેશન કલાસમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમવિસ્તારોના ફ્રી એજ્યુકેશન કલાસમાં બાળકો માટે ” આપડા તહેવારો” વિષય પર વક્તૃત્વ સપર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં દરેક બાળકોએ હોંશભેર ભાગ લીધેલ અને પોતાની સુંદર કૃતિઓ રજુ કરેલ. જેની સંપૂર્ણ તૈયારી ક્લાસ ટીચર ભાવનાબેન મહેતાએ કરાવેલ. સ્પર્ધા બાદ દરેક બાળકોને એજ્યુકેશનલ ગિફ્ટ આપવામાં આવેલ અને ઘરનો જ બનાવેલ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવેલ. નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ રાઠોડ, આશાબેન રાઠોડ, ભાવનાબેન મહેતા તથા જામનગર ની ટીમે સુંદર જહેમત ઉઠાવેલ. સંસ્થાની સેવાકીય કાર્યોની વધુ માહિતી માટે અને આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે સંસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠોડ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: