જામનગર: ફળ અને શાકભાજી પરીક્ષણ મહિલા તાલીમ કેનીંગ અને કીચન ગાર્ડનીંગ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

નાયબ બાગાયત નિયામકની કચેરી અતગૅત બે દિવસીય મહીલા શિબિર યોજાઈ
જામનગર. ખાતે ફળ અને શાકભાજી પરીક્ષણ મહિલા તાલીમ કેનીંગ અને કીચન ગાર્ડનીંગ વિભાગ દ્વારા બે દિવસીય મહીલા શિબિર યોજાઈ હતી,આ શિબિરમાં ઉત્સાહ પૂર્વક મહીલાઓ ભાગ લીધો હતો.

વોર્ડ નંબર 4 માં મહીલા મોરચાના મહામંત્રી રેખાબેન વેગડ દ્વારા બાગાયત યોજના તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા તમામ બહેનોને બે દિવસની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી.વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરો,વોર્ડ પ્રમુખ તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાપતિ સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ચૌહાણ઼, રાજપૂત સમાજ પ્રમુખ દિલીપસિંહ જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટ – મયુર રાવલ હળવદ
