ગેરકાયદેસર પાસ પરમીટ કે ટોકન લીધા વગર માછીમારી કરતી બોટ સાથે આઠ ઇસમોને પકડી પાડતી જખ્ખા મરીન પોલીસ 

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ , ભુજ તથા શ્રી સૈારભસિંઘ સાહેબ , પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ , ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબ નાઓની સુચના મુજબ દરીયાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખી કોસ્ટલ એરીયામાં ગેરકાદેસર પ્રવુતીઓ નાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને જખા મરીન પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ . નટવરભાઇ મણાભાઇ તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે દરીયાઇ પેટ્રોલીગમા હતા તે દરમ્યાન તારીખ -૨૭ / ૦૨ / ૨૦૨૨ ના ક . – ૧૧ / ૩૦ વાગ્યે ૦૪ નોટીકલ માઇલ દરીયા અંદર બોટ ચેકીગ કરતા હતા તે દરમ્યાન બોટ નંબર – IND – GJ – 10 – MM – 657 ફૈઝે અનવરી ખ્વાજા નામની બોટ ચેક કરતા તેનું બોટ મુવમેન્ટ રજીસ્ટર ચેક કરતા તેઓએ ટોકનની પરમીશન વગર ગે.કા. દરીયામાં માછીમારી કરતા તેઓ વિરૂધ્ધ ગુજરાત મત્સયોધ્યોગ ( સુધારા ) વટહુકમ ૨૦૨૦ ગુજરાત મત્સયોધ્યોગ નિયમો ૨૦૦૩ ની કલમ- ૨૧ (૧) ( ચ ) મુજબ કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરી નીચે મુજબ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . 

પકડાયેલ આરોપીનુ નામ , સરનામુ : (૧) રમેશ કાનજીભાઇ સીકોતરીયા ઉ.વ .૫૫ રહે.લાઇટ હાઉસ , માઢવાડ , કોડીનાર , વેલણ ગીરસોમનાથ (૨) પીયુષ રામજીભાઇ સોલંકી ઉ.વ. ૪૩ રહે . રહે. લાઇટ હાઉસ વિસ્તાર , માઢવાડ , વેલન ગીરસોમનાથ (૩) કલ્પેશ ધનજીભાઇ સોલંકી ઉ.વ .૨૨ રહે.વણાંકબારા દીવ દમન દીવ (૪) પ્રેમજી ઉકરડાભાઇ બારૈયા ઉ.વ .૪૦ રહે . માઢવાડ તા . કોડીનાર જી ગીરસોમનાથ (૫) કરશન નારણભાઇ ગોહેલ ઉ.વ .૪૯ રહે . વેદવ્યાસ ગલી , માઢવાડ વેલન તા.કોડીનારગીરસોમનાથ (૬) ધર્મેન્દ્ર રમેશભાઇ સીકોતરીયા ઉ.વ..૩૨ રહે. રહે . લાઇટ હાઉસ વિસ્તાર , માઢવાડ , વેલનગીરસોમનાથ (૭) મનજી કાનજી સીકોતરીયા ઉ.વ. ૪૭ રહે. ફાફણીવાડી , સાઉદવાડી , વણાકબારા દીવ દમણ દીવ (૮) મનસુખ કેશવાભાઇ આંજણી ઉ.વ. ૪૮ રહે . લાઇટ હાઉસ વિસ્તાર , માઢવાડ , વેલન ગીરસોમનાથ 

પકડવા પર બાકી આરોપીનુ નામ , સરનામુઃ (૧) અયુબભાઇ ઇબ્રાહિમભાઇ સંઘાર રહે ખારી પ્લોટ વિસ્તાર , બેડી , જામનગર ( બોટ માલીક ) મુદ્દામાલની વિગત : (૧) ટ્રોલરબોટ IND – GJ – 10 – MM – 657 જેની કી .રૂ -૫,૦૦,૦૦૦ / (૨) મોબાઇલ નંગ -૦૮ કી.રૂ .૧૦,૦૦૦ / (૩) બોટ મુવમેન્ટ રજી . તથા કોલ તથા લાયસન્સ –કી.રૂ- ૦૦/૦૦ કામગીરી કરનાર પોલીસ કુલ કી.રૂા .૫,૧૦,૦૦૦ / અધિકારી / કર્મચારી ઉપરોક્ત કામગીરીમા પો.ઇન્સશ્રી ડી.એસ.ઇસરાણી તથા પો.હેઙ કોન્સ . નટવરભાઇ મણાભાઇ તથા પો.કોન્સ . હીતેશભાઇ મગનભાઇ તથા બોટ માસ્ટર કીંન્દ્રસિંહ સત્યનારાયણસિંહ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઇ સફળ કામગીરી કરેલ. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: