રાપર સહિત વાગડ વિસ્તારમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન સહિત

રાપર આજે વિજયાદશમી નિમિત્તે રાપર સહિત વાગડ વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન તથા રાપર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજા તથા રાપર તાલુકા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા રાજપૂત સમાજવાડી થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ નગાસર તળાવ ખાતે સમી ના વૃક્ષ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું

જેમાં રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ ના પ્રમુખ રાજુભા જાડેજા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા અનોપસિંહ વાઘેલા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા સહિત ના રાજપૂત સમાજ ના ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા તો રાપર પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજા તથા હવન નું આયોજન કરવામાં આવ્યું હતું

રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે ગઢવી જયેશ ભાઈ ચૌધરી વશરામભાઈ ચૌધરી તેજાભાઈ દેસાઈ ધીરજભાઈ પરમાર કરશનભા ગઢવી ભગવાન ભાઈ ખાંભલા મુકેશ સિંહ રાઠોડ કાંથડભાઈ બગડા સામજી ભાઈ આહિર મહેશ પટેલ વર્ષા પરમાર ઉર્વશી સોલંકી પ્રતાપસિંહ જેઠવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

તો રાપર રાજપૂત સમાજ દ્વારા યોજાયેલા શસ્ત્ર પૂજા મા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વણવીર સોલંકી કુંભાભાઇ સેલોત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તો રાપર શહેર અને તાલુકા મા ચાલીસ લાખ થી વધુ રકમ ના લોકો ફાફડા જલેબી ઝાપટી ગયા હતા રાપર શહેરમાં ભવ્ય શોભાયાત્રા દરમિયાન રાપર પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: