વરસામેડી મા વાવના યુવાન ને ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી

અંજાર તાલુકાના વરસામેડી પાસે આવેલી વેલસ્પન કંપનીના ગેટની સામેના રોડ પર ચાર દિવસ પહેલા અકસ્માતની ઘટના બની હતી . તે સમયે પોલીસે આ બનાવ માર્ગ અકસ્માતનો હોવાનું માની તપાસ હાથ ધરી હતી . દરમિયાન સીસી ટીવી કેમેરા ચકાસતા આ યુવાનને અકસ્માત નહીં પરંતુ આત્મહત્યાના કારણે મોત નિપજયું હોવાનું જણાઈ આવ્યું છે . અંજાર પીએસઆઈ સી.બી. રાઠોડે જાહેર કર્યું કે , મરણજનાર બનાસકાંઠાના વાવ તાલુકાના વાંઢિયાવાસ ગામના ૩૫ વર્ષિય મનજીભાઈ કાનજીભાઈ વેજીયા પગે જતા હતા . ત્યારે આવતા જતા વાહનની આગળ આવી જઈને આપઘાતનો પ્રયાસ કરતા હતા . જેમાં અજાણ્યા ટ્રક નીચે આવી જતાં પોતે પોતાનું મૃત્યુ નિપજાવ્યું છે. જે સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવ્યું છે , જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે બનાવ બન્યો ત્યારે ૧૦૮ મારફતે હતભાગીને અંજાર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો . જયાં ડો . એ.આર. વશિષ્ટ તેમને મૃત જાહેર કર્યા હતા. રિપોર્ટ – ગની કુંભાર ભચાઉ

Leave a Reply

Your email address will not be published.

error: