મોટી નાગલપુર મેન રોડ પાસે ગામની નદીમાં ગૌશાળા પાસે ખુલ્લે આમ દબાણ કરીને પાકા બાંધકામ કરતા અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરી દબાણ દૂર કરવા રજૂઆત કરાઈ

પ્રતિ શ્રી મામલતદાર સાહેબ,
મામલતદાર કચેરી અંજાર
મોટી નાગલપુર મેન રોડ પાસે ગામની નદીમાં ગૌશાળા પાસે ખુલ્લે આમ દબાણ કરીને પાકા બાંધકામ કરતા અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરી દબાણ દૂર કરવા અંગે.


જય ભારત સાથે જણાવવાનું કે મોટી નાગલપુર ગામે ગોવશાળા પાસે ખુલ્લે આમ નદીમાં દબાણ કરી બાંધકામ કરવામાં આવે છે છતાંય વહીવટી તંત્ર ચૂપ આ દબાણ કરો સામે લાલઆંખ કરવા તંત્રને કોની સરમ આવે છે, આ લોકો અગાઉ પણ ગ્રામ પંચાયત રીક્ષા સ્ટેશન પાસે દબાણ કરી કેબીનો ગોઠવેલ છે તેમજ જૂની ગૌશાળા પાસ પણ મોટા ભાગે દબાણ કરી પાકાં બાંધકામ કરેલ છે જેની લેખિત ફરિયાદ અમો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં કરેલ છે છતાંય વહીવટી તંત્ર ચૂપ છે આવા માથાભારે શખ્સો સામે વહીવટી તંત્ર કિયા સુધી ઝુકીને રહેશે

આવા અનેક દબાણો ને લઈને ગ્રામ મીડિત છે મોટી નાગલપુર ગ્રામપંચાયત હેઠળ આવતી લગભગ ૬૦૦ થી ૭૦૦ એકડ ગૌચર સીમાતડ અને પડતર જમીન ભુ-માફિયા ખાઈ ગયા છતાંય તંત્રની નીંદ ઊડતી નથી સુ કેયા કારણે વહીવટી તંત્ર ચુપચાપ છે, આ જમીન માફિયા કૌભાંડ માં વહીવટી તંત્રી મીઠી નજર પ્રતીત થાય છે, અગર આમાં વહીવટી તંત્રી દ્વારા તટસ્થતાથી કાર્યવાહી કરવામાં આવે તો મોટી નાગલપુર ગ્રામ પંચાયતની ગૌચર, સીમાતડ, પડતર, અને ફોરેસ્ટ ખાતાની મોટા ભાગની જમીન ખુલ્લી થઈ શકે છે જેથી અબોલા પશુઓ ને ઘાસ ચરવાની જમીન મળી શકે.

આપ પ્રતિ શ્રી મામલતદાર સાહેબ, શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ, શ્રી તલાટી સહ મંત્રી સાહેબ, શ્રી સરપંચ સાહેબ, મોટી નાગલપુર ગામ હિતમાટે આપ શ્રીઓ આપ અમારી રજુઆતને ધ્યાને લઈને તાત્કાલિક ગામ હિત માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ઍવી અમારી રજુઆત છે, જય હિન્દ જય ભારત,
અરજદાર: રોશનઅલી સાંધાણી
સોસીયલ એક્ટિવિસ
99786 22780
નકલ રવાના: (૧) શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ, અંજાર તાલુકા પંચાયત કચેરી (૨) પ્રતિ શ્રી તલાટી સહ મંત્રી સાહેબ,મોટી નાગલપુર. (૩) પ્રતિ શ્રી સરપંચ સાહેબ, મોટી નાગલપુર.(૪) પ્રતિ શ્રી. પી.આઈ.સાહેબ અંજાર પોલીસ સ્ટેશન, (૫)પ્રતિ શ્રી. મીડિયા તંત્રી સાહેબ. રોશનઅલી સાંધાણી સોસીયલ એક્ટિવિસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: