સુરત માં ઉધનાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરતી રહી અને સ્ટેટ વિજિલન્સે રેડ કરી દારૂ ઝડપી પાડ્યો

સુરતમાં ઉધના પોલીસનાં ફૂટ પેટ્રોલીંગ વચ્ચે સ્ટેટ વિજિલન્સની ટીમે ટેમ્પો ભરીને દેશી દારૂના પોટલા ઝડપી પાડતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયાં છે. ઉધના આશીર્વાદ ટાઉનશિપનાં આવાસ પાસેથી ઝડપાયેલો દેશી દારૂનો જત્થો કુખ્યાત રમીલાનો હોવાનું ચર્ચા છે. જોકે વિજિલન્સની સફળતાં પાછળ ઉધનાં પોલીસની નિષ્ફળતા સામે આવી છે.ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં સુરતમાં કેટલીક જગ્યા પર બેફામ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે ટેમ્પો ભરીને દેશી દારૂનો જત્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સાંપડી છે. આ દેશી દારૂનો જત્થો કુખ્યાત રમીલાનો હોવાનું ચર્ચા છે. સ્ટેટ વિજીલન્સનાં દરોડાને પગલે સ્થાનિક પોલીસનાં અધિકારીઓ દોડતાં થઇ ગયાં હતાંઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ સધન કરવામાં આવ્યું છે. અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ઉધના વિસ્તારમાં ટેમ્પો ભરીને દેશી દારૂના પોટલા ઝડપાઈ ગયા છે. જેને લઈને ઉધના પોલીસની પેટ્રોલિંગની પોલ પણ ઉઘાડી પડી છે. આ ઉપરાંત બુટલેગરો પણ સુરતમાં દારૂ ઘુસાડ માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. જેનો પોલીસ દ્વારા ભૂતકાળમાં પર્દાફાશ પણ થયો છે. પરંતુ સુરતમાં બેફામ દારૂનો વેપલો થઇ રહ્યો છે. તેમાં હવે કોઈ બેમત નથી. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત