કોંગ્રેસ શાસિત રાધનપુર ન.પા.માં ચીફઓફિસર ના મુકાતા વહીવટ ઠપ ,કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રાંત અધિકારી ને આપવામાં આવ્યું આવેદન પત્ર

” ઘણી વગર ના ધડ સુના ” તે કહેવત જાણે રાધનપુર નગરપાલિકામાં બંધ બેસતી આવે છે કારણકે છેલ્લા એક માસ પહેલાં ચીફ ઓફિસર જીગ્નેશ બારોટ ની બદલી થતાં રાધનપુરન.પા.માં ચીફ ઓફિસર તરીકે ચાર્જમાં ચાણસ્મા ના જીતેન્દ્ર પટેલ ને મુકવામાં આવ્યા હતાં ચાર્જ માં આવેલ ચીફ ઓફિસર રાધનપુર ન.પા.માં આવતાં નથી કે નથી તેમના સહી ના નમુના બેંકમાં મોકલતાં ચીફ ઓફિસર ની ગેરહાજરી અને સહી ના નમુના ના મોકલતાં ન.પા.માં નાણાકીય તેમજ બીજા અનેક વહીવટ ના કામો કરવામાં પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે જેને લઈ કોંગ્રેસ શહેર પ્રમુખ ચુંટાયેલા કોંગ્રેસ ના સદસ્યો અને કોંગ્રેસના કાર્યકરોએ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા કેટલા દિવસ થી સફાઇ તેમજ પાણી ના કામે જતાં ટ્રેક્ટરોમાં ડીઝલ પણ ના હોઈ ન.પા.પ્રમુખ મહેશ અદાના જણાવ્યા મુજબ પોતાની પાસે થી પૈસા આપી ડીઝલ પુરાવવામાં આવે છે જેને લઈ જરૂર પુરતી કામગીરી થઈ શકે છે .હાલે ન.પા.માં કાયમી એસ.આઈ.ટાઉનપ્લાનર કે સુપરવાઈઝર પણ નથી જે ને લઈ લોકો ની જરૂરી સમસ્યાઓનો પણ નિકાલ થઈ શકતો નથી ચાલું સતા કોંગ્રેસ ના ચુંટાયેલા સદસ્યો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે ન.પા.ની સમસ્યાનો નિકાલ કરવામાં નહી આવેતો અમારે ઉગ્ર આંદોલન કરવાની તેમજ પ્રાંત કચેરીએ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે આવેદનપત્ર આપવામાં ન.પા.પ્રમુખ મહેશ અદા શહેર પ્રમુખ ડૉ.ઝુલા સાહેબ, ઉપ પ્રમુખ કાનજી ભાઈ પરમાર,એહમદ ભાઈ ઘાંચી,હરદાસભાઈ. આયર,ગણેશભાઈ ઠાકોર ,રસુલખાન બલોચ,સુભાસ મકવાણા તેમજ અનેક કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: