અંજાર ના ધબડા ગામે યુવતી એ ગળે ફોસો ખાઈને જીદગી ટુકાવી

અંજાર પોલીસમાંથી મળેલી માહિતી પ્રમાણે દબડા ગામે શિવાજીનગરમાં રહેતા દિવ્યાબા જયરાજસિંહ વાઘેલાએ ગત રોજ સવારે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં આ પગલું ભરી લીધું હતું . અંજાર સરકારી હોસ્પિટલમાં લઈ આવનાર સિદ્ધરાજસિંહ રઘુવીરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે , મરણજનાર દિવ્યાબા મારા કૌટુંબીક બહેન થાય છે. જેઓએ કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લઈ મોતને વ્હાલું કરી લીધું છે. અંજાર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ કે.એન. જેઠવાએ તપાસ હાથ ધરી છે. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ