ભચાઉમાં નવમા ધોરણની છાત્રાના અપહરણની ઘટનામાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરો

તાજેતરમાં ભચાઉમાં ધો. નવમાં ભણતી બાળાનું અપહરણ અને જાતીય સતામણી થવા અંગેની પોલીસ ફરિયાદ થઇ છે. દીકરીનું અપહરણ અને સાંજે એકલી પરત આવી જતાં આરોપી અંગે આખાય ભચાઉમાં જુદી-જુદી કેટલીય પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. આ દીકરી જેનું અપહરણ થયું એ સગીર અને નાબાલિક હોવાથી એમના માતા-પિતા અને ભચાઉ નગરમાં આ ફરિયાદ કરાવવા આવેલા તમામ રાજકીય આગેવાનો જેમના દ્વારા આરોપીઓનાં નામ પણ અપાય છે, છતાં આજે આઠ દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ ન થવી એ અત્યંત દુ:ખદ બાબત હોવાનું સુધરાઇના વિપક્ષી ઉપનેતા લક્ષ્મીબેન ધેડાએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી હતી સુત્રો પાસેની મળતી માહીતી મુજબ ગાંધીધામ સિનેમા હોલ ના સીસીટીવી ચેક કરવામા આવેતો તો આરોપી પકડાય એમ છે મોટા માથા ની સંડોવણી બહાર આવે એમ છે. રીપોર્ટ – ગનીકુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: