સુરત માં નાનપુરા માછીવાડમાં ગેરકાયદે ઓટલા દુર કરાયા

સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા માછીવાડમાં ગેરકાયદે ઓટલા દુરકરી દેવાયા છે. જેથી રોડ બનાવવાની બાકી રહેલી ૩૦ ટકા કામગીરી પુર્ણ કરાશે.સુરત માં નાનપુરા માછીવાડ વિસ્તારમાં ૭૦ ટકા જેટલો રોડ બની ગયો છે પરંતુ ૩૦ ટકા જેટલો રોડ મચ્છી માર્કેટ અને તેની આસપાસ ગેરકાયદે બનાવેલાં ઓટલાના કારણે બન્યો ન હતો. સતત બરફનું પાણી રસ્તા પર વહેતું હોય ડામરથી રોડ બનાવવાની કામગીરી થતી ન હતી. સ્થાનિક વેપારીઓ સાથે મ્યુનિ.નાં અધિકારી અને કોર્પોરેટરોની અનેક બેઠકો બાદ પ્રશ્નનો હલ આવ્યો હતો. વેપારીઓ ગેરકાયદે ઓટલા દુર કરવા અને માર્કેટમાંથી પાણી રોડ પર ન ફેલાય તે માટે સંમત થયા હતા. જેથી આજે રજાના દિવસે ઓટલાઓનું ડિમોલીશન કરાયું હતું. અને બાકી રહેલા રોડની કામગીરી હવે પુર્ણ કરાશે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: