હોળી માર્ચ ૨૦૨૨ ગાંધીધામ આત્મ નિર્ભર ગૌશાળા પ્રોજેકટ

ગાંધીધામ તાલુકા મા શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ  કચ્છ દ્વારા વિવિધ  ગૌશાળા માં, પૂજય શ્રી બ્રહ્મચારી પ્રકાશ આનંદ જી મહારાજ ના આશિવૉદ થી, આદિપુર શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ગૌશાળા , અંતર જાળ દ્વારિકાધીશ ગૌશાળા, મીઠી રોહર ગૌ સેવા સમિત ગૌશાળા માં શહેર ની વિવિધ  મહિલા મંડળ દ્વારા દરરોજ સવારે દેસી ગાયો ના ગોબર માંથી છાણા બનાવવામાં આવે છે ,હોળી માટે ૨ લાખ છાણા બનાવવાનું મહા અભિયાન  ૧૮ જાન્યુઆરી શરૂ કરવા આવેલ છે ,અભિયાન નો હેતુ ગૌશાળા અને મહિલા વચ્ચે સેતુ થી આવનારા સમય માં મહિલા ઓને રોજગારી મળે,આપની સંસ્કૃતિ ,પરંપરા નું નિર્વહન થાય, આપના જન્મ દિવસ ,લગ્ન દિવસ જેવા શુભ પ્રસંગો ગૌશાળા માં ઉજવવામાં આવે ,  ૨૧/૨   ના વૈભવીબેન નો જન્મ દિવસ હતો  ગૌશાળા માં જાતે છાણા બનાવી ગ્રુપ સાથે ઉજવેલ હતો , આ હોળી માટે ના છાણા બહેનોની સેવા થી બનાવી હોળી સંચાલકો થી મિટિંગ કરી ગૌશાળા માંથી છાણા ખરીદી કરી  ગૌશાળા ની આર્થિક સહાય કરવા અપીલ કરવામાં આવી છે,

હોળી પ્રગટાવે છે ત્યારે પહેલા તો છાણમા જ હોળી બનાવતા કારણકે તેનાથી વાતાવરણ શુધ્ધ થતુ અને રોગ ઉત્પન્ન કરતા ઘણા જીવાણુઓનો નાશ થતો હતો. વધુમાં ઘણા લોકો અગ્નિ પ્રગટાવતા પ્રદક્ષિણા કરે અને શરીરને શેક થતો તે પણ આરોગ્યપ્રદ હોય છે.

યજ્ઞોમાં પણ ગોબરમાથી બનાવેલ છાણા વાપરવામા આવે છે. ગાયના છાણામા ગાયનુ ઘી, જવ, તલ, સાકર, ચોખા વગેરે નાખીને હવનમાં પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેમાથી પ્રોપોલીન ઓક્સાઈડ નામનો  વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ પર્યાવરણને શુધ્ધ અને આરોગ્યપ્રદ બનાવે છે. એટ્લુ જ નહી આ વાયુ વરસાદ લાવવામા પણ ખુબ જ ઉપયોગી છે. પહેલાના જમાનામાં અને હાલ પણ ઘણી જગ્યાએ વરસાદ લાવવા માટે આ પ્રકારના યજ્ઞો કરવામાં આવે છે. જેનુ પરીણામ પણ મળે છે તે આપણે જોઈયે છીએ. વિજ્ઞાને પણ આ વાત સ્વીકારી છે. પર્યાવરણની શુધ્ધિ માટે અને તે પ્રકારે મનુષ્યના આરોગ્ય માટે આવા યજ્ઞ અવાર-નવાર થતા હતા. ગાયના છાણા, ઘી અને મુત્ર માંથી એક વાયુ ઈથીલીન ઓક્સાઈડ પણ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમા રહેલા રોગોના જીવાણુઓનો નાશ કરે છે.

ઘરનુ વાતાવરણ શુધ્ધ, પવિત્ર અને આરોગ્યપ્રદ રાખવા માટે પહેલાના જમાનામાં લોકો ઘરમાં ગોબરથી જ લીપણ કરતા અને સવાર-સાંજ ઘીનો દીવો પ્રગટાવતા હતા. આજે પણ આનો લાભ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા લોકો ઉઠાવે છે. ગોબરના છાણા રસોઈના બળતણ તરીકે પણ થાય છે. તેનાથી બનાવેલ રસોઇ સ્વાદિષ્ટ બને છે

આ હોલી મહા ઉત્સવ ૨૦૨૨  અભિયાન શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ ના શ્રીમતિ મનીષા મુકેશ બાપટ દ્વારા સહયોગી એડવોકેટ રચના હિતેશ જોષી , વૈભવી કૈલેશ  ગોર , મીનાક્ષીબેન ભટ્ટ ,કૈલાશબેન ભટ્ટ નિરુપમા પાંધી,હિના જોશી ,તૃપ્તિબેન પ્રફુલ્લ જોષી,પ્રાચી પટેલ, સોનલ ગઢવી, શાલુબેન આહિર રશ્મિબેન વેગડ,નીતા પાટીદાર,પ્રીતિ જોષી,, કિન્નરી કાચીયા, ભાવના રાવલ,કાજલ ઠક્કર, સંયોજક તરીકે રાજુ ઉત્સવ સેવા આપી રહ્યા છે.

ગુજરાત  રાજ્યના વિધાનસભા ના  અઘ્યક્ષ  શ્રીમતી નીમાબેન આચાર્ય , શ્રી પંચમુખી હનમાનજી મંદિર  ના દર્શન કરી ,મહિલા દ્વારા હોળી ના ગોબર માંથી છાણા બનાવવાના પ્રોજેકટ ની  મુકેશ બાપટ થી જાણકારી લીધેલ હતી ,ચોખંડા મહાદેવ ના પૂજારી શ્રી યોગેન્દ્ર પૂરી જી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

Leave a Reply

Your email address will not be published.

error: