હિન્દુ સમાજ ની બેન દિકરી ઓ ને હેરાન કરનાર વિધર્મી શખ્સો સામે પગલાં લેવા હિન્દુ સંગઠનો ની માંગણી 

રાપર એકલ મંદિર ના મહંત યોગી દેવનાથ કથાકાર અને વિશ્વ હિન્દુ પરિષદના અવિનાશ ભાઈ જોશી મનુભાઈ રાજગોર. આશારામ આશ્રમ ના બાબુલાલ વિશ્વ હિન્દુ પરિષદના જગુભા જાડેજા ભરત મઢવી ભિખુભા સોઢા ડોલરરાય ગોર અવિનાશ પ્રજાપતિ અશોક ભાઈ પ્રજાપતિ દિનેશ સોની સહિત ના બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાપર શહેર ની તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજ ની બેન દિકરી ની છેડતી તેમજ ભગાડી જવાના બનાવો તેમજ બ્લેક મેઇલ કરી દુષ્ટ કરમ કરનાર વિધર્મીઓ સામે પગલાં લેવા માટે માંગણી કરી હતી

અને એક સભા નું આયોજન તેમજ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા ને રજૂઆત કરી હતી અને રાપર પોલીસની કામગીરી ને તાત્કાલિક અસરથી આરોપી ને પકડી લેવામાં આવ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત ન્યૂઝ મા આવી પ્રવૃત્તિ ને ઉજાગર કરવામાં આવતા મિડિયા નો આભાર માન્યો હતો તો રાપર મામલતદાર કે. આર. ચૌધરી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને શાળાઓની આસપાસ તેમજ શાળામાં વાલીઓ બની આવતા વિધર્મી સામે પગલાં લેવા માટે રજૂઆત કરી હતી.

આજે જે પ્રાથમિક શાળામાં બનાવ બન્યો છે તે શાળાની મુલાકાત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિ અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એમ. રબારી એ મુલાકાત લીધી હતી અને શિક્ષકો તેમજ આસપાસના લોકો ના નિવેદન લીધા હતા અને બનાવ ની તપાસ કરી પગલાં લેવા મા આવશે એવી ચિમકી આપી હતી. રીપોર્ટ – મહેશ રાજગોર



