સમાજ સેવા કરતાં કરતાં બંદૂકના રવાડે ચડ્યા મર્ડર ના ગુનાહ મા થયા જેલ હવાલે

ચોબારી હત્યા કેસના આરોપી પાસેથી બે પિસ્તોલ બંદુક મળી આવી.હત્યામાં વપરાયેલી પિસ્તોલ ઉપર અન્ય એક પિસ્તોલ વાડીમાં છુપાવી હોવાની આરોપીએ રિમાન્ડમાં આપી કબૂલાત ભચાઉ : તાલુકાના ચોબારી ગામે જાહેરમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાના કેસમાં રિમાન્ડ પર રહેલા આરોપીએ હત્યામાં વાપરેલી પિસ્તોલ સહિત અન્ય એક પિસ્તોલ રાજસ્થાનના ઈસમ પાસેથી લીધી હોવાની કેફીયત આપતા પોલીસે વાડીમાં સંતાડેલી પિસ્તોલ કબ્જે લઈ રાજસ્થાની ઈસમને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.પોલીસ ચોપડેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોબારી ખૂન કેસના આરોપી પ્રવીણ ઉર્ફે ભાણુભા દશરામ ઉર્ફે વસા ઢીલા ( રાજાણી ) ( ઉ.વ. ૩૧ ) ( રહે ચોબારી , હાલે મુંબઈ ) વાળાને ભચાઉ પોલીસે અટક કરી હતી . અટકાયત બાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા . રિમાન્ડ હેઠળ રહેલા આરોપી પ્રવીણે પુછપરછ દરમિયાન હત્યામાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ ઉપરાંત અન્ય એક પિસ્તોલ સહિત બંને પિસ્તોલ રાજસ્થાનના પાલી સ્થિત આરોપી ભવરલાલ બાદરરામ પાસેથી ખરીદી હોવાની કેફીયત આપી હતી . પોલીસે વાડીમાં સંતાડેલી વધુ એક પિસ્તોલ અને બે ખાલી કાર્ટીઝ વિના મેગજીન સહિત કિ.રૂા . રપ હજારના હથિયાર કબ્જે કરી હથિયારની લે વેચ બાબતે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર તપાસ ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન તળે ભચાઉ પોલીસ ચલાવી રહી છે. રીપોર્ટ – ગની કુભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: