હળવદ સ્થાપના દિન મહોત્સવ ઉજ્જવલ હળવદ અમર મહેલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

હળવદ ના ૫૩૪ મો  સ્થાપના દિવસ નિમેતે  અમર મહેલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા. મહાશિવરાત્રિના પાવન પર્વ હળવદના ૫૩૪  સ્થાપના દિન નિમિત્તે  અમર મહેલ ખાતે  હળ પૂજન,ગૌ પૂજન,અશ્વ પૂજન, શિવ અને શક્તિની પૂજા વગેરે કાર્યક્રમો યોજાયા

હળવદ ના ૫૩૪ મો  સ્થાપના દિવસ નિમેતે  અમર મહેલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઇ.સ ૧૪૮૮  સ્વતંત્ર ૧૫૪૪ના મહાવદ તેરસ(મહાશિવરાત્રી) ને સોમવારના દિવસે હળવદ ગામ નો પાયો રાજા રાજોધરજીએ નાખ્યો હતો,હળવદ અનેક યુદ્ધો ખેલાયા હતા, જોધપુરના રાજપુત, મુસ્લિમ સુબેદાર, વાંકાનેરના રાજવી રાજ કરી ગયા.

મહાશિવરાત્રિના પાવન પર્વ હળવદના ૫૩૪  સ્થાપના દિન નિમિત્તે અમર મહેલ ખાતે હળ પૂજન,ગૌ પૂજન,અશ્વ પૂજન, શિવ અને શક્તિની પૂજા વગેરે કાર્યક્રમો યોજાયા.આ પ્રસંગે  વિશેષ ઉપસ્થિત મહારાજકુમાર  દેવરાજસિંહજી વિરેન્દ્રસિંહ ઝાલા  ઓફ ધાંગધ્રા અને રાજ રાણા પ્રહલાદ સિંહ ઝાલા સોખડા અમર મહેલ ખાતે  ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે તસવીર અનાવરણ કરવામાં આવી હતી.

ઝાલાવાડના ઝાલાઓ ની એક સમયની રાજધાની ગણાતા હળવદમાં ચારેબાજુએ અનેક શિવાલયો અને સુરાપુરા ની ખાભીઓ પાળીયાળો,અને છત્રીયો ના કારણે હળવદ અને છોટા કાશી તરીકે નામના મેળવી છે. હળવદ સ્થાપના દિન નિમિત્તે  મહોત્સવ માં  હળવદ સ્થાપના દિન સમિતિ, ઝાલાવાડ પ્રાંત, હળવદ ધાંગધ્રા ના ક્ષત્રિય સમાજના આગેવાનો તથા ઝાલાવાડ ક્ષત્રીય સમાજ સુરેન્દ્રનગર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: