રણ કાંધી એ બિરાજતા કચ્છ નાં શહેનશાહ પીર હાજીપીર વલી નો મેળો આજ થી શુરૂ

માનવમહેરામણ ઉમટી રહ્યા છે આજે સાંજે અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ નાં પ્રમુખ અબ્દુલ ભાઈ રાયમા, પૂર્વે કચ્છ નાં એસ પી સૌરભ સીંઘ અને સમિતિ નાં આગેવાનો આધમ પડીયાર, ઇશાક જત,રમજાન સમાં,મજીદ પઠાણ, ઇમરાન નોડે, સલીમ સઠીયા તેમજ સામાજિક અગ્રણી આમદ ભાઈ જત, અસરફ સૈયદ,અકબર હાલા, સૂફી સંતો અને મહાનુભાવો ની હાજરી માં રીબીન કાપી ચાદર ચઢાવી મેળો ખુલ્લો મુકવામાં આવયો હતો કચ્છ ની કોમી એકતા જળવાઈ રહે તેમાટે દુઆ કરવામાં આવી હતી જે માટે હાજીપીર નાં મુજાવરો રાત દિવસ તનતોડ મેહનત કરી રહ્યા છે .

છેક મુંબઈ અને દૂર દૂર થી પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ માટે કેમ્પ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને તંત્ર પણ વ્યવસ્થા માં લાગી ગયું છે. ત્રણ દિવસીય આ મેળો સોમવાર સુધી ચાલશે મુજાવર પરીવાર વતી, હાજી દાઉદ, આબાસ ઉસ્માન, હાજી ઈસ્માઈલ, સરપંચ, હારુન મુબારક, અબ્દુલ લતીફ, અબ્દુલ તમાચી, હાજર રહ્યાં હતાં – રિપોર્ટ ઇમરાન અવાડિયા
