આણંદના એએસઆઇને ૨૮ વર્ષની કારકીર્દિમાં ૨૨૯ પોલીસ ઇનામો બાદ હવે પ્રસંશનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળ્યો પોલીસકર્મી તરીકે પ્રતિ વર્ષ એકંદરે આઠ ઇનામો મેળવ્યા

શેખ મહંમદયુસુફ ઇસ્‍માઇલભાઇએ વર્ષ ૨૦૦૨માં સતત ત્રણ માસ સુધી ફરજ બજાવી હતી, તેમને સોંપાયેલું કામ કોઇ દિવસ અધુરૂ રહ્યું નથી

આણંદ જિલ્લા પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શેખ મહંમદયુસુફ ઇસ્‍માઇલભાઇને પ્રસંશનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળતા પોલીસ બેડામાં હર્ષની લાગણી ફેલાઇ છે. તેમની કારકીર્દિ દરમિયાન ૨૨૯ પોલીસ ઇનામો મળ્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળ્યું છે. પોતાની ફરજમાં ખૂબ જ ચોક્કસાઇ રાખતા અને પોતાનું કામ સમયસર પૂર્ણ કરતા પોલીસ જવાનની નિષ્ઠાને હવે રાષ્ટ્રપતિ પણ બિરદાવશે. મહત્વની વાત તો એ છે કે પોલીસમાં કામગીરી દરમિયાન તેમને પ્રતિ વર્ષ સરેરાશ આઠ પોલીસ ઇનામો મળ્યા છે.

શેખ મહંમદયુસુફ ઇસ્‍માઇલભાઇ તા. ૧૭/૦૩/૧૯૯૩ ના રોજ આણંદ જિલ્લામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે નિમણુક પામ્યા હતા અને તેમણે ૨૮ વર્ષની નોકરી પૂરી કરી છે. અને હાલ એલ.આઇ.બી.માં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવી બજાવે છે. તેઓની સમગ્ર કારકિર્દી દરમયાન તેઓએ કુલ  ૨૨૯ ઇનામ સાથે રોકડ પુરુસ્કાર તરીકે રૂ. ૨૦૦૦૦ મળ્યા છે. સામાન્ય રીતે પોલીસ તંત્રમાં રોકડ પુરસ્કારનું ધોરણ રૂ. ૧૦૦-૧૫૦ જેટલું હોય છે. આ પરથી રૂ. ૨૦ હજારના પુરસ્કારનું મહત્વ સમજી શકાય છે. આ અગાઉ આણંદ પોલીસ અધિક્ષક દ્વારા એલઆઇબીમાં પ્રસશંનીય કામગીરી કરવા બદલ બે પ્રશસ્તિ એનાયત કરવામાં આવ્યા હતા. 

આણંદ જિલ્લામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકેની  ફરજ દરમ્‍યાન તેઓએ એલઆઇબીમાં સને ૧૯૯૫ ના વર્ષમાં ટાઇપીસ્‍ટ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્‍યાન સને ૨૦૦૧ ના વર્ષમાં  ધરતીકંપ દરમ્‍યાન પણ રાતદિવસ ઓફીસમાં હાજર રહી ખંતપૂર્વક ફરજ બજાવી હતી.

સને ૨૦૦૨ ના વર્ષમાં તોફાનો દરમ્‍યાન જિલ્લામાં બંદોબસ્‍તની ગોઠવણમાં તેમની ભૂમિકા અગત્યની બની રહી હતી અને સતત ત્રણ માસ સુધી તેમણે કોઇ રજા રાખ્યા વીના ફરજ બજાવી હતી. આ ઉપરાંત તોફાનો સમયે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પોલીસ ફાળવણીની સહિતની કામગીરી ચોક્કસાઇ પૂર્વક કર્યું હતું.

લોકસભા, વિધાનસભા, પંચાયતોની ચૂંટણી, પરીક્ષાઓ, તહેવારો, સરકારી કાર્યક્રમો નાનામોટા પ્રસંગોપાત પણ સુરક્ષા વ્યવસ્‍થા એસેસમેન્ટ મુજબ પોલીસ અધિકારી, જવાનો,હોમગાર્ડ એસઆરપી, ગ્રામ રક્ષક દળ,  પેરામીલીટ્રી,વાહનો, વિડીયો વિગેરેની સમયસર ફાળવણી કરી કાયદો અને વ્યવસ્‍થા જાળવવા સારૂ સ્‍કીમો બનાવી વ્યવસ્‍થીત માંગણી મુજબનો ફોર્સ ફાળવી સુંદર કામગીરી કરી છે.

તેમજ આ સિવાય જિલ્લાની સુરક્ષાને  ધ્‍યાને રાખી તૈયાર કરવામાં આવતી અત્‍યંત ગુપ્ત સ્‍કીમો, ક્રાઇસીસ મેનેજમેન્‍ટ પ્‍લાન વિગેરે દરવર્ષે રીવાઇઝ કરવા સારૂ ઉપરી અધિકારીશ્રીને સમયસર મોકલવાની કામગીરી તેમજ એલઆઇબીના લગતા તમામ તુમારો તેમજ રૂટીન કામગીરીની દેખરેખ રાખી સમયસર અહેવાલો મોકલાવી એલઆઇબી સ્‍ટાફ સાથે રાખી ટીમવર્ક કરી પ્રશંસનીય કામગીરી કરી છે.

તેમજ કોવિડ -૧૯ મહામારી માં લોકડાઉન  દરમ્યાન જાહેરનામાના ની અમલવારી અંગે ભંગ બદલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ગુનાઓની માહિતી મેળવી તેમજ સ્થળાંતરીઓની માહિતી તેમજ લોકડાઉનના અમલની દફતરની કામગીરી સારી રીતે કરી હતી. આણંદના એસ. પી શ્રી અજિત રાજિયાન સહિતના વરિષ્ઠ અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: