ભરૂચ : સીલુડી ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ભરૂચના વાલિયા ખાતેથી સીલુડી ચોકડી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો એક કારમાં બે શખ્સો લઈને જતા હોય તે સમયે એલસીબી પોલીસે પૂછતાછ કરતા બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડયા છે.
સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં હોળીના તહેવારને અનુલક્ષીને પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ માટે દારૂની હેરાફેરી થતી હોય તેને ડામવા માટે તમામ પોલીસ મથકોમાં સૂચનો આપેલ જે અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વાલિયામાં પેટ્રોલિંગ અર્થે હોય તે સમયે ચોક્કસ બાતમી મળેલ કે વાલિયાના કૃષ્ણનગર સીલુડી ચોકડી પાસેથી એક સફેદ કલરની રિત્જ ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારુનો જથ્થો સપ્લાય કરવાનો હોય તો ચોક્કસ બાતમીના આધારે સીલુડી ચોકડી પાસે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરતા ચોક્કસ બાતમી મુજબના વર્ણનની કાર રજીસ્ટર નંબર GJ-05- CN- 1417 માં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો રવાના થતો હોય જેને એલસીબી પોલીસે સીલુડી ચોકડી ખાતે તલાસી લેતા વિદેશી દારૂના જથ્થામાં બોટલો નંગ 360 કિંમત રૂપિયા 36,000 સાથે આરોપી પ્રતીક ઇન્દ્રસિંહ રણા રહેઠાણ ઊભું ફળિયું વાલિઆ જીલ્લો ભરૂચ અને મહેશ ઉર્ફે મસો સૂકા વસાવા રહેઠાણ કૃષ્ણનગર સીલુડી ચોકડી બંને આરોપીઓને પોલીસે ઝડપી લઇ પ્રોહિબિટેડ દારૂનો જથ્થો તથા બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા 6,000 એક સફેદ કલરની કાર કિંમત રૂપિયા 1,50,000 સહિત કુલ મુદ્દામાલ રૂપિયા 1,92,000 સાથે ઝડપી લઇ વોન્ટેડ પકડાયેલ આરોપી કેતનને ઝડપી પાડયો છે. રીપોર્ટ – રવિના એમ. ખંભાતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: