અરણેજ બગોદરા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ જુડો રમતવીરોની સ્વાસ્થ્ય પૃચ્છા કરતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ

સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ઇજાગ્રસ્ત બાળકોની મુલાકાત લઇ શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રીશ્રીઓ એ સંવેદના વ્યક્ત કરી અરણેજ-બગોદરા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાજ્યકક્ષાની અંડર ૧૯-જૂડો સ્પર્ધાના પ્લેયર્સ કે જેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની આજરોજ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મુલાકાત લઈ આરોગ્ય પુચ્છા કરી.

બંને મંત્રીશ્રીઓએ આ બાળકોની મુલાકાત લઇ તેમની પ્રવર્તમાન આરોગ્ય સ્થિતિ વિશેનો તાગ મેળવી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીઓ એ બાળકોના પરિવારજનો સાથે પણ વાર્તાલાપ કરીને તેમને સાંત્વના આપી હતી. બાળકો જલ્દીથી સારવાર મેળવી ને સાજા થઇ ઘરે પરત થાય તે માટે મંત્રીશ્રીઓ એ પ્રભુને પ્રાર્થના કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ આ તમામ રમતવીરો ની હાલત અત્યારે સ્થિર છે. ‌આ તમામ બાળકો ડિસ્ચાર્જ થયા બાદ પોતાના વતન અથવા રાજ્યની કોઇપણ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર મેળવી શકે તે માટે રાજ્ય સરકાર  કૃતસંકલ્પ  છે.

Leave a Reply

Your email address will not be published.

error: