આણંદમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા પત્રકારોનું સન્માન સમારંભ યોજાયો

ગત તારીખ ૧૩/૦૩/૨૦૨૨ એ આણંદ સર્કિટ હાઉસમાં ભારતીય પત્રકાર સંઘનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા મહેમાનો અને પદ અધિકારિઓ અને આણંદ જિલ્લા ના વરિસ્ટ પત્રકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાનો વિક્રમ સેન, એમ એમ સેખ,આર આર ગૌસ્વામી, હનીફ ચોથીયા, પ્રકાશ પટેલ, વિનોદ ભાઈ સોલંકી, વિનોદ ભાઈ પંચાલ, બબિતા જવેરી, એડ વોકેટ ડિમ્પલ બેન, એડવોકેટ મહેશ મકવાણા, અને આણંદ જિલ્લા ના ભારતીય પત્રકાર સંઘ પ્રમુખ શૈલેષ ગૌસ્વામી, ગોવિંદ ભાઈ વણજારા, કિશન ભાઈ વણજારા, ભગવાન ભાઈ સોલંકી, આર એસ પટેલ, કમલેશ ભારથી ગૌસ્વામી, પ્રદેશ સચિવ મહિલા વિંગ ભુમિકા પંડ્યા, તમામ લોકોએ આમંત્રી મહેમાનોનું ભાવ ભરી સ્વાગત કર્યું હતું અને પોગ્રામને સફળ બનાવ્યો હતો અને આણંદ જિલ્લામાં આ એક પત્રકારો નો પહેલો પ્રોગ્રામ હસે કે દરેક પત્રકારોને સિલડ ગોલ્ડ મેડલ બેસ્ટ પત્રકાર સર્ટિફિકેટ અને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આર આર ગૌસ્વામીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય પત્રકાર સંઘ વતી હાઇકોર્ટમાં પી આઈ એલ દાખલ કરવામાં આવશે અને પત્રકારોને પેન્શન મળે તેની રજુવાત કરવામાં આવશે અને આણંદ માં આવેલ ટ્વીસ્કવેર હોસ્પિટલ પ્રમુખ તનુજ પટેલ દ્વારા પત્રકારોને એમની હોસ્પિટલમાં ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આણંદ જિલ્લા ભારતીય પત્રકાર સંઘ દ્વારા દરેક આવેલ મહેમાનનો આભાર વ્યક્ત કરીને વિદાય આપવામાં આવી હતી