સેસા કોક લિમિટેડના ગુજરાત વેદાંતા ગ્રૂપ દ્વારા પગપાળા યાત્રાળુઓ માટે સેવા યજ્ઞ શરૂ

વેદાંતા ગ્રૂપ દ્વારા ફૂલડોલ ઉત્સવ નિમિતે ગુજરાતભર માંથી પગપાળા દ્વારકા જતા યાત્રિકો માટે NRE ગોલાઈ પાસે અનોખી રીતે સેવા કેમ્પનું આયોજન હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે દ્વારકા જગત મંદિરે દર વર્ષે ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સંગ રંગે રમવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે અને તેમાં ગુજરાત ભર માંથી અસંખ્ય લોકો ફુલડોલ ઉત્સવમાં જોડાતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત તેમજ સમગ્ર ભારતવર્ષમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકલા ભગવાન દ્વારકાધીશ સાથે અનેક રીતે લોકો ની શ્રદ્ધાઓ જોડાયેલી હોય છે અને એ શ્રદ્ધાના ભાગ રૂપે શ્રદ્ધાળુઓ ગુજરાતના ખૂણે ખૂણેથી ફુલડોલ ઉત્સવમાં જોડવા માટે પગપાળા દ્વારકા મંદિરે પહોંચતા હોય છે ત્યારે આ દિવસો દરમ્યાન રોડ ઉપર ભારે. ટ્રાફિકમાં દ્રશ્યો પણ જોવા મળતા હોય છે.  

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે એ દરમ્યાન ત્યાંના સ્થાનિક લોકો અનેક રીતે તેમને મનોરંજન પૂરું પાડવા અને તેમની સેવાનો લાભ લેવા માટે કેમ્પનું આયોજન કરતા હોય છે ત્યારે આ વખતે અદભુત નજારો જોવા મળ્યો છે અત્યાર સુધી માત્ર સ્થાનિક લોકોજ સેવા કેમ્પનું આયોજન કરતા જોવા મળ્યા છે પણ આ વર્ષે  સેસા કોક ગુજરાત વેદાંતા ગ્રૂપના પદાધિકારીઓ ડાયરેકટર શ્રી અભિજીત સાહેબ, ગુજરાત સિક્યુરિટી હેડ (C.S.O.)શ્રી નંદ ભટ્ટ સાહેબ, સિક્યુરિટી ઓફિસર ગોવિંદસિંહ ભાટી સાહેબ, પ્લાન્ટ હેડ (H.R) લીપસા મેડમ અને અખિલ જૈન સાહેબના આર્થિક સહયોગથી ભવ્યાતિભવ્ય કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ભજન ભોજન અને મનોરંજનનો સમન્વય સાધવામાં આવ્યો છે  અને  યાત્રિકોને તમામ પ્રકારે મનોરંજન તેમજ રહેવા જમવાની ઉત્તમ સગવડ પ્રાપ્ત થાય તેના માટે N R E કંપની પાસે રોડ પર જ સેવા કેમ્પનું આયોજન કરાયું છે જેમાં યાત્રિકોને  તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરાવી રહ્યા છે.

ગુજરાત ડાયરેકટર શ્રી અભિજીત સાહેબ ,સિક્યુરિટી હેડ  શ્રી નંદ ભટ્ટ સાહેબ, પ્લાન્ટ હેડ શ્રી લિપ્સા મેડમ અને અખિલ જૈન સાહેબ જેઓ સારી એવી પદવી પર હોવા છતાં તેમની દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા અને યાત્રિકોની સેવા કરવાની ભાવનાને  લાખ લાખ વંદન છે તેમજ  સેવા કેમ્પનો લાભ  લેનાર યાત્રિકો સેસા કોક ગુજરાત વેદાંત ગ્રૂપ લિમિટેડને આશીર્વાદ આપી રહ્યા છે તેમજ હોંશે હોંશે તેમની ઉત્તમ કામગીરીને વધાવી રહ્યા છે. રીપોર્ટ – દેશુર ધમા ખંભાળિયા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: