પંચમહાલ: હાલોલના ગાંધીચોક વિસ્તારમાં નજીવી બાબતે યુંવક પર જીવલેણ હુમલો કરતા .હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ગ્રાહક બોલાવવા મુદ્દે સાળા બનેવીએ કાતર અને પથ્થર વડે હુમલો કરી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા ખાનગીદવાખાને સારવાર હેઠળ
હાલોલના ગાંધી ચોક ખાતે દરજીની દુકાન ચલાવતા યુવકની દુકાનમાંથી ગ્રાહક બોલાવી લેતા કહેવા જતા જેવી નજીવી બાબતે ઝઘડો કરી સાળા બનેવીએ કાતર અને પથ્થર વડે હુમલો કરી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી . જેમાં પોલીસે ફરિયાદના આધારે કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે . હાલોલ નગરના રહીમ કોલોની ખાતે રહેતા ઈલ્યાસખાન ઐયુબખાન બેલીમ હાલોલ નગરના ગાંધી ચોક ખાતે ભાડાની દુકાનમાં દરજી કામ કરે છે . જેમાં તેઓના બે પુત્રો જુનેદ અને અરબાઝ પણ તેઓની સાથે દુકાનમાં છુટક દરજીકામ કામ કરે છે . જેમાં શુક્રવારે ત્રણેય બાપ – દીકરા દુકાનમાં હતા . ત્યારે સાંજના સુમારે એક ગ્રાહક તેમની દુકાનમાં શર્ટ ફીટ કરવા માટે આવેલ હતો .

તે વખતે તેઓના બાજુમાં જ દરજીકામની દુકાન ચલાવતા જાવેદ.એમ.ટેલર એન તેઓના સંબંધી સમીર મહેબૂબ શેખ અને સમીરના સાળા રાજા નામની ઇસમે તે ગ્રાહકને પોતાની દુકાનમાં બોલાવી લેતા ઇલ્યાસે તેઓને જણાવેલ કે તમે અમારા ગ્રાહકને કેમ બોલાવી લો છો જેમાં બન્ને સાળા બનેવીએ માં બેનની ગાળો બોલી કાતર લઇ આવી જુનેદ પર હુમલો કર્યો હતો . રાજાએ કાતર વડે હુમલો કરી જુનેદના નાક સહિત કપાળના ભાગે તથા બરડાના ભાગે કાતરના ઘા મારતાં ઈજાગ્રસ્ત થયો હતો . બાદ સમીરે અરબાજને પણ માર માર્યો હતો અને સમીરે પથ્થરના છુટ્ટા ઘા કરતા જુનેદને માથાના પાછળના ભાગે પથ્થરના ઘાથી પણ ઈજા પહોંચી હતી . ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જુનેદ બેલીમને સારવાર માટે હાલોલના ખાનગી દવાખાને દાખલ કરાયો હતો જ્યારે સાળા – બનેવી સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .રિપોર્ટર : શેખ આફતાબ હીરા પંચમહાલ